Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

કીર્તિ હવે જોવા મળી અંગદ સાથે

કીર્તિ કુલ્‍હારી બોલીવૂડ અને ઓટીટી પર સતત સક્રિય છે. તેણે અનેક સુપરહિટ વેબ સિરીઝમાં કામ કર્યુ છે. હવે તે એક શોર્ટ ફિલ્‍મ કરી રહી છે. જેમાં તેની સાથે અંગદ બેદી છે. આ ફિલ્‍મનું નામ ‘ધ લિસ્‍ટ'માં જોવા મળવાનાં છે. ફિલ્‍મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્‍યું છે. ફિલ્‍મની સ્‍ટોરીમાં દેખાડવામાં આવશે કે વ્‍યક્‍તિનું જીવન જ્‍યારે રોબોટિક બની જાય તો એની કેવી અસર થાય છે. ફિલ્‍મનું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂરે કર્યુ છે અને નિર્દેશન ગોૈરવ દવેનું છે. એમેઝોન મિની ટીવી પર આ ફિલ્‍મ આવી છે. આ ફિલ્‍મની નાનકડી ઝલક ઇન્‍સ્‍ટાગ્રામ પર અગાઉ શેર કરીને કીર્તિ કુલ્‍હારીએ કેપ્‍શન આપી હતી, ‘જો તમારી લાઇફ એક પ્‍લાન મુજબ ચાલે તો એમાં વાંધો શું છે? મારી અને અંગદ બેદીની ‘ધ લિસ્‍ટ' એમેઝોન મિની ટીવીના મિની મુવી ફેસ્‍ટિવલમાં જોવા મળશે. આ ફિલ્‍મ ફ્રીમાં જોવા મળી રહી છે.

(10:17 am IST)