Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

મેં તેને પડકાર ગણી કામ કર્યુ હતું: રિતીક

રિતીક રોશનની ફિલ્‍મ વિક્રમ વેધા આ મહિનાના અંતમાં રિલીઝ માટે તૈયાર  છે. આ માટે ફિલ્‍મની સમગ્ર ટીમ ભરપુર પ્રમોશન કરી રહી છે. રિતેકની પહેલી ફિલ્‍મ કહો ના પ્‍યાર હૈ આવી એ પહેલા ડોક્‍ટરોએ તેને કહ્યું હતું કે તે કોઇ દિવસ ડાન્‍સ કે એક્‍શન કરી શકશે નહિ.  પરંતુ પહેલી જ ફિલ્‍મથી  એ રોમાન્‍ટીક એક્‍શન જોનરનો રાતોરાત સુપરસ્‍ટાર બની ગયો હતો.  રિતીક તેની દરેક ફિલ્‍મોમાં એક્‍શન અને ડાન્‍સ કરતો જોવા મળે છે. પોતાની ઇચ્‍છાશક્‍તિ દ્વારા તેણે ડોક્‍ટર્સની વાતને પણ ખોટી પુરવાર કરી છે. રિતીક કહે છે મારી પહેલી ફિલ્‍મ વખતે મને ડોક્‍ટરોએ કહેલું કે તું એક્‍શન ફિલ્‍મો અને ડાન્‍સ નહીં કરી શકે. તારું સ્‍વાસ્‍થ્‍ય આ માટે તૈયાર નથી. જોકે મેં એને પડકાર ગણી મારી હેલ્‍થ, ફિટનેસ, નવી વસ્‍તુઓ શીખવા પર અને અન્‍ય બાબતો પર ખાસ ધ્‍યાન આપ્‍યુ હતું. આજે હું ઘણો ખુશ છું કે મારી પચ્‍ચીસમી ફિલ્‍મ આવી રહી છે. મારા પર ભરોસો મુકનારા નિર્માતા-નિર્દેશકો અને ચાહકોનો હું આભારી છું.

(10:18 am IST)