Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

હું હમેંશા એની જ છું: અવિકા ગોૈર

લોકપ્રિય ટીવી શો બાલિકા વધૂમાં બાળ કલાકાર તરીકે ભુમિકા ભજવી ઘર ઘરમાં જાણીતી બનેલી અવિકા ગોૈર હવે યુવાન થઇ ગઇ છે અને રિલેશનશીપમાં છે. તેણે ખુદે આ વાત જાહેર કરી હતી કે તે રોડીઝ ફેમ મિલિન્દ ચંદવાણીને ડેટ કરી રહી છે. મિલિન્દ સાથેની તસ્વીરો પણ અવિકાએ પોસ્ટ કરી હતી. જેમાં બંનેની જોડી ખુબ જામી રહી છે. અવિકાએ જે તસ્વીરો પોસ્ટ કરી છે તેમાં કેપ્શનમાં લખ્યું છે-મારી પ્રાર્થના સ્વીકારી, મને મારા જીવનનો પ્રેમ મળી ગયો. હું હમેંશા માટે એની જ છું, તે મારો છે. મારા દિલની ઉંડાઇ છે, મને પૂર્ણ કરવા બદલ આભાર. અવિકા હવે બાવીસ વર્ષની છે. તેનું લૂક અને સ્ટાઇલ જોઇ ચાહકો પાગલ થઇ જાય છે. ઇન્સ્ટાગ્રામ પર તે સતત સ્ટાઇલીશ તસ્વીરો મુકતી રહે છે. તે અગિયાર વર્ષની હતી ત્યારે એટલે કે ૨૦૦૮માં તેણે બાલિકા વધુ શોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. બે હજારથી વધુ એપિસોડ આ શો માટે એક રેકોર્ડ છે. અવિકા આનંદી તરીકે ખુબ જાણીતી બની હતી. સસુરાલ સિમર કા શોમાં પણ તેનો મહત્વનો રોલ હતો.

(10:00 am IST)