Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

દર્શકોનો પ્રેમ મેળવવો ખુબ જરૂરીઃ સિધ્ધાંત

અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી તાજેતરમાં બંટી ઓૈર બબલી-૨માં જોવા મળ્યો છે.  ઉત્તર પ્રદેશના બલીયાનો આ અભિનેતા ગલ્લીબોય ફિલ્મથી જાણીતો બન્યો હતો. એ પછી તેના હાથ પર હાલમાં વધુ ત્રણ ફિલ્મો છે. શકુન બત્રાની એક ફિલ્મ તથા ફોન ભૂત અને યુધરા તેની આવનારી ફિલ્મો છે. તે કહે છે બોલીવૂડમાં કોઇપણ આઉટસાઇડરને ટકી રહેવું હોય તો તેણે દર્શકોનો ભરપુર પ્રેમ મેળવવો જરૂરી હોય છે.  'બંટી ઔર બબલી ૨' ફિલ્મ દ્વારા તે હીરો તરીકે એન્ટ્રી કરીને અત્યંત ખુશ છે. 'ગલી બોય'માં તેના સર્પોટિંગ રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના સિતારા ચમકી ઊઠ્યા છે. મહેનત વિશે વાત કરતાં સિદ્ધાંતે કહ્યું હતું કે મેં એવા ઘણા લોકોને જોયા છે જેમને ખૂબ જ સારી ટેલન્ટ હોવા છતાં ઘણું સહન કરવું પડ્યું છે. મેં પણ ઘણાં વર્ષ સુધી સ્ટ્રગલ કરી છે, પરંતુ એ મારા માટે ખૂબ જ કિમતી છે. મારી કરીઅરની શરૂઆતમાં જ મારા પર વિશ્વાસ કરવા માટે હું ઝોયા અખ્તર, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીનો હંમેશાં આભાર માનીશ. મારા માથા પર જો તેમનો હાથ ન હોત તો હું આજે કંઈ ન હોત.

(9:48 am IST)