Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ફરીથી કામમાં વ્‍યસ્‍ત બની ઋચા ચઢ્ઢા

અભિનેત્રી ઋચા ચઢ્ઢાએ હાલમાં જ બોયફ્રેન્‍ડ અલી ફઝલ સાથે લગ્ન કર્યા છે. હવે તે ફરીથી કામે લાગી ગઇ છે. ઋચા હવે ઇન્‍ટરનેશનલ ફિલ્‍મમાં કામ કરશે. આ એક ઇન્‍ડો-બ્રિટીશ ફિલ્‍મ છે. જેમાં તે મુખ્‍ય ભુમિકા નિભાવશે. ફિલ્‍મનું નિર્દેશન બ્રિટીશ ડાયરેક્‍ટર કરશે. જો કે ફિલ્‍મની તૈયારી હાલમાં પહેલા સ્‍ટેજમાં છે. ઋચા પહેલી આંતરરાષ્‍ટ્રીય ફિલ્‍મ મેળવીને ખુબ ઉત્‍સાીહત છે. તે કહે છે ફિલ્‍મ વિશે હાલમાં વધુ કંઇ કહેવું એ ઉતાવળ ભર્યુ ગણાશે. મેં સ્‍ક્રિપ્‍ટ વાંચી લીધી છે અને તે જબરદસ્‍ત છે. મને મારું પાત્ર પણ ખુબ ગમ્‍યું છે. આ ફિલ્‍મ માટે મારી પસંદગી થઇ એ મારા માટે ખુબ જ ગોૈરવની વાત છે. ઋચા ચઢ્ઢા હાલમાં ફિલ્‍મ હીરામંડીના શુટીંગમાં પણ વ્‍યસ્‍ત છે. આ ઉપરાંત તેની અન્‍ય ફિલ્‍મ ગર્લ્‍સ વિલ બી ગર્લ્‍સ પણ છે. જનું નિર્દેશન શુચી તલાટી કરે છે. આ ફિલ્‍મ સોળ વર્ષના છોકરા અને તેની માતાની કહાની પર આધારીત છે. 

(10:42 am IST)