Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

એ અનુભવ ઉમદા અને અદ્દભુત રહ્યોઃ આત્‍મપ્રકાશ મિશ્રા

અભિનેતા આત્‍મપ્રકાશ મિશ્રાએ શિક્ષા મંડલ અને ક્રિમીનલ જસ્‍ટીસ વેબ શોમાં કામ કરી પોતાના ઉમદા અભિનયથી વાહવાહ મેળવી છે. તે કહે છે રોશની બેનર્જીએ મારી પસંદગી ક્રિમીનલ જસ્‍ટીસ માટે કરી હતી. ઓડિશન બાદ મારુ સિલેક્‍શન થયું હતું. મેં આ શોમાં દિપનો રોલ ભજવ્‍યો છે. જે એવો યુવાન છે જેના માટે મુંબઇ નવું છે. દીપ એલએલબી કરીને આવ્‍યો હોઇ માધવ મિશ્રા (પંકજ ત્રિપાઠી) કે જે તેના જીજાજી છે તેની સાથે તે કામ કરે છે. તે કહે છે પંકજ ત્રિપાઠી સાથે કામ કરવાનો અનુભવ ઉમદા અને અદ્દભુત રહ્યો છે. હું એક નાના ગામડામાંથી આવ્‍યો છું તેમ પંકજજી પણ ગામડેથી આવ્‍યા છે. મારે શોમાં તેમની સાથે કામ કરવાનું છે એ જાણીને ખુશ થઇ ગયો હતો. તેમણે ઇન્‍ડસ્‍ટ્રીમાં આકરી મહેનત અને અભિનય થકી અલગ જ દમદાર ઓળખ ઉભી કરી છે. તેમને જોઇને હમેંશા આપણને વધુ સારુ કામ કરવાની પ્રેરણા મળે છે. અનકહી અનસુની અને જામતારા જેવા શો પણ તે કરી ચુક્‍યો છે.

(10:43 am IST)