Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

વિદ્યુતે કરી નવી ફિલ્‍મની તૈયારીઃ સાથે જૈક્‍લીન

અભિનેતા વિદ્યુત જામવાલ જબરદસ્‍ત એક્‍શન ફિલ્‍મો આપવા માટે જાણીતો છે. તેની વધુ એક ફિલ્‍મ ‘ક્રેક' ખુબ ચર્ચામાં છે. આ માટેની તેણે જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફરીવાર તે એક્‍શન કરતો દેખાશે. તાજેતરમાં તેણે એક વિડીયો પોસ્‍ટ કર્યો હતો. જેમાં તે રસ્‍તા પર રોલર બ્‍લેડિંગ કરતો જોવા મળ્‍યો છે. તેણે કેપ્‍શનમાં લખ્‍યું છે કે રોલર બ્‍લેડિંગ સ્‍પિરિટ પર આધારીત છે, તાકાત પર નહિ. ચર્ચા છે કેફિલ્‍મમાં મુંબઇની ઝુપડપટ્ટીઓમાં થતાં એક્‍સટ્રીમ સ્‍પોર્ટસને હાઇલાઇટ કરવા કરાયું છે. વિદ્યુત કહે છે હાલમાં ઇન્‍ડસ્‍ટ્રીમાં ફિલ્‍મોની હાલત જે છે તે જોતાં હવે આપણે આપણી સીમા ઓળંગીને કંઇક અલગ રસપ્રદ વિષયો પર ફિલ્‍મ બનાવવી પડશે. ફિલ્‍મમાં વિદ્યુત જામવાલની સાથે જૈકલીન ફર્નાન્‍ડીઝ અને અર્જુન રામપાલ પણ ખાસ ભુમિકામાં છે. ફિલ્‍મ આવતા વર્ષે રિલીઝ થશે.

(10:45 am IST)