Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

વરુણ ધવન અને નતાશા દલાલ લગ્ન ગ્રંથીએ જોડાયા પ્રથમ તસ્વીરો શેર : મેન્શન હાઉસમાં નીકળ્યો વરઘોડો

લગ્નના સાત ફેરાની વિધિ પૂરી થયા બાદ વરૂણ ધવનના ઈન્સ્ટાગ્રામ પર લગ્નનો પ્રથમ ફોટો શેર કર્યો

મુંબઈ : વરુણ  ધવન અને નતાશા દલાલના લગ્નના સાત ફેરાની વિધિ પૂરી થયા બાદ લગ્નનો પ્રથમ ફોટો શેર કર્યો હતો. વરૂણ ધવનના ઈન્સ્ટાગ્રામ પરથી આ ફોટા શેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ તસવીરમાં તેઓ લગ્નની વિધિ કરતાં જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં ફેરા ફરી રહ્યા છે

સાંજના સમયે વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ હતી. રિપોટ્સ મુજબ આ વિધિ સાંજે 5:45 વાગ્યાથી ચાલી રહી હતી.

મેન્શન હાઉસની અંદર આ વરઘોડો નીકળ્યો હતો. જેના માટે વરુણે નતાશા દલાલની ચૂડા સેરેમની આજે સવારે યોજાઈ હતી.

(11:26 pm IST)