Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કીર્તિ સુરેશની 'ગુડ લક સખી'૨૮ જાન્યુઆરીએ રિલીઝ થશે

કોરોનાને કારણે આ ફિલ્મને બે વખત પોસ્ટપોન્ડ કરવામાં આવી હતી

મુંબઇ, તા.૨૪: ડિરેકટર નાગેશ કુકુનુરની 'ગુડ લક સખી' ૨૮ જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કીર્તિ સુરેશ અને આદિ પણ લીડ રોલમાં દેખાશે. કોરોનાને કારણે આ ફિલ્મને બે વખત પોસ્ટપોન્ડ કરવામાં આવી હતી. આ એક રોમેન્ટિક-કોમેડી છે. ફિલ્મમાં દેખાડવામાં આવે છે કે યુવતીના ખરાબ નસીબની માઠી અસર તેની આસપાસના લોકો પર પડે છે. એટલું જ નહીં, તેના ફિયાન્સનું પણ અકાળે મૃત્યુ થાય છે. ત્યાર બાદ તે નેશનલ લેવલની શાર્પ શૂટરની સ્પર્ધામાં ઊતરે છે. ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શેર કરીને કીર્તિએ ટ્વીટ કર્યું હતું કે '૨૮ જાન્યુઆરીએ 'ગુડ લક સખી'ને થિયેટર્સમાં તમને દેખાડવા માટે આતુર છીએ.'

(9:53 am IST)