Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

નુશરત સિવાયનું નામ વિચારી શકાય નહિઃ વિશાલ

નુશરત ભરૂચાની હવે બોલીવૂડમાં એક ખાસ ઓળખ બની ચુકી છે. આ કારણે જ તે સતત મોટી ફિલ્મો મેળવી રહી છે. નુશરતે પોતાના અભિનયથી પણ સોૈને આકર્ષિત કર્યા છે. છેલ્લે નુશરતે છોરી નામની ફિલ્મમાં સગર્ભા મહિલાનો રોલ ભજવ્યો હતો. તેના આ પાત્રના અભિનયના ખુબ જ વખાણ થયા છે. છોરીના નિર્દેશક વિશાલ ફુરીયાએ તો ત્યાં સુધી કહ્યું છે કે છોરીની સિકવલ માટે નુશરત સિવાય બીજા કોઇનું નામ અમે વિચારી પણ શકતા નથી.  તેના કામની પ્રશંસા કરતાં વિશાલ કહે છે કે ઇન્ડસ્ટ્રીમાં નુશરત અન્ડરરેટેડ એકટ છે. છોરી, અજીબ દાસ્તાન્સ થકી તેણે પોતાનું ટેલેન્ટ સાબિત કર્યુ છે. તેની પાસે જે વર્સેટલિટી છે એ ભાગ્યે જ જોવા મળે છે. આવાં અનેક કારણોને લીધે જ મેં ગયા વર્ષે આ સુપર નેચરલ થ્રિલર માટે તેને જ સાઇન કરી હતી. તે રોલને ન્યાય આપી શકશે એવો અમારો વિશ્વાસ તેણે સાર્થક કરી બતાવ્યો છે. સાક્ષીના પાત્રમાં નુશરતને લઇને છોરીની કહાનીને અમે આગળ લઇ જવા ઉત્સુક છીએ.

(10:37 am IST)