Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પરિવાર સાથે વધુ સમય વિતાવે છે અવિનેશ

ટીવી પરદાના અભિનેતા અવિનેશ રેખી કહે છે હું મારા પરિવારને જાહેરમાં દેખાડવાનું પસંદ કરતો નથી. હું જ્યારે પણ મારા પરિવાર સાથે હોઉ છું ત્યારે કોઇપણ પ્રકારની પબ્લીસીટીથી દૂર જ રહુ છું. મારી અંગત જિંદગી વિશે હું ભાગ્યે જ વાત કરતો હોઉ છું. અવિનેશ 'તેરે બિન જિયા જાએ ના' નામના ટીવી શોમાં દેવરાજ સિંહ રાઠોડનું પાત્ર ભજવી રહ્યો છે. અવિનેશ કહે છે હું સ્કૂલમાં હતો અને પંદર વર્ષનો હતો ત્યારથી રઇશાને ડેટ કરતો હતો. મેં તેની સાથે જ લગ્ન કર્યા છે અને અમારે બે બાળકો છે. મુંબઇમાં અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં મારા વધુ મિત્રો પણ નથી. જ્યારે પણ મને સમય મળે છે ત્યારે હું પરિવાર સાથે એ સમય વિતાવવાનું પસંદ કરુ છું. હું હંમેશાં મારા દીકરાનો ફ્રેન્ડ અને મારી દીકરીનો પહેલો ક્રશ રહ્યો છું. હું માનુ છું કે હું પહેલેથી વન-વુમન મેન રહ્યો છું. હું પંદર વર્ષનો હતો ત્યારથી મારી પત્નિ સાથે છું. તે મારી પહેલી અને છેલ્લી ગર્લફ્રેન્ડ છે.

(10:38 am IST)