Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કમાન્ડો-૪ અને વેબ સિરીઝ માટે અદા શર્માની તૈયારી

બોલિવૂડ અભિનેત્રી અદા શર્માને અહિ કામ કરતાં પંદર વર્ષનો સમય વીતી ગયો છે. અદા પોતાના અભિનય અને ફિલ્મો ઉપરાંત સોશિયલ મિડીયાને કારણે પણ ચર્ચામાં રહે છે. તે સુંદર તસ્વીરો સતત સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે પ્રિન્ટેડ બિકીની સાથેની તસ્વીરો પોસ્ટ કરતાં ખુબ જ વાયરલ થઇ હતી. જેમાં તે અત્યંત હોટ અને બોલ્ડ દેખાઇ રહી છે. અદા પોતાની તસ્વીરોને લીધે જેટલી જાણીતી છે એટલી જ ફિલ્મોમાં એકશન કરવા માટે પણ જાણીતી છે. તેણે ૨૦૦૮માં આવેલી ૧૯૨૦થી અભિનય શરૂ કર્યો હતો. ફીર, હમ હૈ રાહી કાર કે, હાર્ટએટેક, કમાન્ડો-૨-૩ જેવી ફિન્દી ફિલ્મો ઉપરાંત તેલુગુ, કન્નડ, તમિલ ફિલ્મો પણ તેણે કરી છે. તેની આવનારી ફિલ્મોમાં કમાન્ડો-૪ અને વેબ સિરીઝ ધ હોલીડેની બીજી સિઝન સામેલ છે. તે અગાઉ પતિ-પત્નિ ઓૈર પંગા નામની સિરિઝમાં પણ શિવાની ભટ્ટનાગરના રોલમાં જોવા મળી હતી.

(10:39 am IST)