Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કંગના રનોતની પોસ્ટને સેન્સર કરવા માગતી વિનંતી સુપ્રિમ કોર્ટએ ફગાવી

મુંબઇ તા.૨૪: અભિનેત્રી કંગના રનૌત દ્વારા સોશિયલ મિડીયા પર થયેલી પોસ્ટને સેન્સર કરવા માગતી વિનંતી સુપ્રિમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. શીખ સમુદાયના વિરોધમાં કરાયેલી ટિપ્પણી અંગે નોંધાયેલી અનેક એફઆઇઆરને એકત્ર કરવા તથા મુંબઈ પોલીસને તપાસ સોંપવા અને અભિનેત્રીના સોશિયલ મિડિયા પરના નિવેદનનું સેન્સર કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી છે.અરજદાર શીખ સમુદાયનો સભ્ય એફઆઇઆર કલબ કરવાની માગણી કરી શકે નહીં. માત્ર આરોપી અથવા માહિતી આપનાર જ આવી રાહત મેળવી શકે છે. તમારી પાસે બે ઉપાય છે એક તો તેની ટિપ્પણીઓને અવગણી કાઢો અથવા કાયદા હેઠળ રાહતની દાદ માગો. અમે સમુદાયનું સન્માન કરીએ છીએ. તમે કોર્ટમાં પૂર્વગ્રહ નાખવાનો પ્રયાસ કરશો નહીં. તેનું રાજકારણ કરશો નહીં. આ ઉપાય અમે વાંચી શકીએ છીએ, તમારે બોલી બતાવાની જરૂર નથી, એમ કોર્ટે અરજદાર ચરણજીતસિંહ ચંદ્રપાલને જણાવ્યું હતું. ખાનગી ફરિયાદ કરીને અરજદારે કાયદેસ૨ રાહત મેળવવાની પ્રક્રિયા પહેલાં જ હાથ ધરી છે. આથી સોશિયલ મિડિયા પોસ્ટનું સેન્સરશિપ કરવાની વિનંતીનો અમે કોઈ ટિપ્પણી વિના નિકાલ કરીએ છીએ. અભિનેત્રી શીખ કિસાનોની સરખામણી ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે કરીને સમુદાયને રાષ્ટ્રવિરોધીલેખાવી રહી છે, એમ અરજદારે જણાવ્યું હતું. આથી કોર્ટે જણાવ્યું હતું કે લોકોને બંને વચ્ચેનો ફ૨ક સમજાતો નથી, એવું તમે માનો છો? દરેક ખોટા કાર્ય માટે કાયદામાં ઉપાય ઉપલબ્ધ છે. તમે પોતે વકીલ છો. એમ કોર્ટે નોંધ કરી હતી.

(10:39 am IST)