Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

પીઢ અભિનેતા અરૂણ બાલીની તબિયત બગડતાં હોસ્પિટલમાં

રાજૂ બન ગયા જેન્ટલમેન, ખલનાયક, સત્યા, હે રામ, લગે રહો મુન્નાભાઇ સહિતની ફિલ્મો, ટીવી શોમાં કામ કર્યુ છે

મુંબઇ તા. ૨૪: પીઢ અભિનેતા અરૂણ બાલીની તબિયત બગડતાંહોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૭૯ વર્ષીય અભિનેતા અરૂણ બાલી સાથે સિન્ટાની એક મહિલા સદસ્યએ વાતચીત કરી ત્યારે તેનું ધ્યાન ગયું હતું કે અરૂણ સ્પષ્ટ રીતે વાતચીત કરી શકતા નહોતા. આ વાતને તેણે ગંભીર રીતે લઇને તેમના પુત્રનું ધ્યાન દોર્યુ હતું.

અરૂણ બાલીના પુત્રએ જાણકારી આપી હતી કે તેમના પિતાને એક ઓટોઇમ્યુન બીમારી લાગુ પડી છે. જેમાં નર્વસ અને સ્નાયુ વચ્ચે કોમ્યુનિકેશનમાં શુન્યાવકાશ આવી જતો હોય છે.

અરૂણ બાલીએ પોતાની કારકિર્દીની શરૂઆત ૯૦ના દાયકાથી કરી હતી. તેમણે રાજૂ બન ગયા જેન્ટલમેન, ખલનાયક, ફૂલ ઔર અંગારે, આ ગલે લગ જા, સત્યા, હે રામ, ઓમ જય જગદીશ, લગે રહોમુન્નાભાઇ, ૩ ઇડિયટસ, બર્ફી, એરલિફટ, બાગી ટુ, કેદારનાથ અને પાનીપત જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ અનેક ટીવી શોમાંપણ કામ કરી ચુકયા છે.

(10:40 am IST)