Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

અક્ષય કુમાર થયો ઈજાગ્રસ્‍ત : ‘બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગ વખતે પહોંચી ઈજા

ફિલ્‍મનું અત્‍યારે શૂટિંગ ચાલી રહ્યું છે : આ સમયે ફિલ્‍મની આખી ટીમ સ્‍કોટલેન્‍ડમાં છે

મુંબઇ તા. ૨૪ : બોલિવૂડ એક્‍ટર અક્ષય કુમાર સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્‍મ ‘બડે મિયાં છોટે મિયાં' ના શૂટિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી. આ ઘટના બની ત્‍યારે તે ટાઇગર શ્રોફ સાથે એક એક્‍શન સિક્‍વન્‍સનું શૂટિંગ કરી રહ્યો હતો. જોકે, અક્ષયે શૂટિંગ બંધ ના કર્યું અને ઈજાગ્રસ્‍ત થયા પછી પણ કામ કરવાનું ચાલુ રાખ્‍યું.

અહેવાલો મુજબ, અક્ષય કુમારે પોતાને ઇજા પહોંચાડી છે અને તે તેના બાકીના ભાગોનું શૂટિંગ ચાલુ રાખશે કારણકે તે ગંભીર ઇજા નથી. જયારે તે એક્‍શન સિક્‍વન્‍સ હાલ માટે વેઈટિંગ પર રાખવામાં આવી છે, તેઓ ક્‍લોઝ-અપ શોટ્‍સ સાથે શૂટિંગ ચાલુ રાખશે. અક્ષય, ટાઈગર સાથે એક એક્‍શન સિક્‍વન્‍સનું શૂટિંગ કરી રહ્યો હતો ત્‍યારે તેને સ્‍ટંટ કરતી વખતે ઈજા થઈ હતી. અક્ષય તેના બાકીના ક્‍લોઝ-અપ્‍સ સાથે શૂટિંગ કરવાનું ચાલુ રાખે છે, જેથી સ્‍કોટલેન્‍ડના શેડ્‍યૂલને પૂર્ણ કરવામાં કોઈ વિલંબ ના થાય.

આ ઘટના આજથી એક મહિના અગાઉની છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્‍મ બડે મિયાં અને છોટે મિયાંના મેક-અપ આર્ટિસ્‍ટ શ્રવણ વિશ્વકર્મા પર દીપડાએ હુમલો કર્યો હોવાની જાણકારી સામે આવી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, ૨૭ વર્ષીય શ્રવણ બાઈક પર સવાર હતો અને મિત્રને મૂકવા માટે જઈ રહ્યો હતો. જયારે તે પાછો ફરી રહ્યો હતો ત્‍યારે તેની બાઈક દીપડા સાથે અથડાઈ હતી. પ્રોડક્‍શન હાઉસ દ્વારા સારવારની જવાબદારી ઉઠાવવામાં આવી હતી.

૧૯૯૮માં આવેલી ફિલ્‍મ ‘બડે મિયાં છોટે મિયાં'માં અમિતાભ બચ્‍ચન અને ગોવિંદાએ મુખ્‍ય ભૂમિકા ભજવી હતી. આ બંને કલાકાર ફિલ્‍મમાં ડબલ રોલમાં જોવા મળ્‍યા હતા. તેમની સાથે આ ફિલ્‍મમાં રવીના ટંડન, અનુપમ ખેર, પરેશ રાવલ, શરત સક્‍સેના અને સતીશ કૌશિક જોવા મળ્‍યા હતા. આ ફિલ્‍મનું ડાયરેક્‍શન ડેવિડ ધવને કર્યું હતું. આ ફિલ્‍મના એક સોંગમાં માધુરી દીક્ષિતે કામ કર્યું હતું. આ ફિલ્‍મ એક કોમેડી અને એક્‍શન મુવી હતી.

(10:16 am IST)