Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ‘ભીડ' આજથી સિનેમાઘરોમાં આવી

આજથી નિર્માતા અને નિર્દેશક અનુભવ સિંહાની ફિલ્‍મ ‘ભીડ' રિલીઝ થઇ છે. ફિલ્‍મનું લેખન અનુભવ, સોૈમ્‍યા તિવારી, સોનાલી જૈને કર્યુ છે. ફિલ્‍મમાં રાજકુમાર રાવ, ભુમિ પેડનેકર, દિયા મિરઝા, આશુતોષ રાણા, કૃતિકા કામરા, પંકજ કપૂરની મુખ્‍ય ભુમિકા છે. સંગીત અનુરાગ સાઇકિયાનું છે. ૧૧૪ મિનીટની આ ફિલ્‍મમાં અદિત્‍ય શ્રીવાસ્‍તવ, મહેશચંદ્ર દેવ, સુશિલ પાંડે, કુમુદ મિશ્રા પણ ખાસ ભુમિકામાં જોવા મળશે.

ભીડની કહાની સામાજિક અસામનતા પર પ્રકાશ પાડે છે. જેનો દેશે સૌથી મુશ્‍કેલ સમયમાં સામનો કર્યો હતો. નિર્માતાના કહેવા મુજબ આપણો દેશ તાજેતરના વષોમાં જે કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો હતો તેની વાત ભીડમાં છે. ૨૦૨૦ ના લોકડાઉનની વાત આ ફિલ્‍મમાં છે. એ સમય એવો હતો જેમાં લોકોએ અનેક મુશ્‍કેલીઓનો સામનો કર્યો હતો અને જ્‍યાં સલામત લાગ્‍યું ત્‍યાં સ્‍થળાંતર કર્યુ હતું. રાજકુમાર રાવ આ ફિલ્‍મમાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે.

(10:16 am IST)