Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ટીવીને કારણે જ મારી ઓળખ છેઃ સારા

ટીવી પરદે ખુબ સફળતા મેળવી ચુકેલી સારા ખાન હવે ફિલ્‍મી પરેદ પહોંચી છે. તેની ફિલ્‍મ ધ એરા ઓફ ૧૯૯૦માં તેના પાત્રનું નામ પણ સારા જ રખાયું છે. આ ફિલમનું શુટીંગ જમ્‍મુ કાશ્‍મીરમાં થયું છે. સારા કહે છે પૃથ્‍વીના સ્‍વર્ગ સમા આ શહેરના સુંદર અને પ્રાકૃતિક વાતાવરણે મન મોહી લીધુ હતું. કિશ્‍તવાડ, જમ્‍મુ, બદરવા સહિતના સુંદર લોકેશનમાં શુટીંગ થયું છે. ઇન્‍ડસ્‍ટ્રીમાં ટકી રહેવા માટે તમને લોકોને પ્રેમ મળતો રહે તે જરૂરી હોવાનું સારા કહે છે. તે સ્‍વીકારે છે કે ટીવી પરદાને કારણે જ મારી ઓળખ ઉભી થઇ છે. મારા માટે ટીવી અને ફિલ્‍મનું મહત્‍વ એક સરખુ છે. હું આજે જે મુકામ પર છું તેનો શ્રેય ટીવીને જાય છે. ફિટનેસ બાબતે સારા કહે છે કે ફિટ રહેવા માટે હું બધુ ખાઉ છું. પણ મને ખબર છે કે ડાયેટ ક્‍યારે કરવાનું અને કયારે કસરત કરવાની છે. બાકી ભગવાને મને જે રૂપ આપ્‍યું છે તેનાથી હું ખુશ છું.  સારાને ગીતો લખાવનો શોખ છે અને તેનું એક ગીત પણ રિલીઝ થવાનું છે.

(10:16 am IST)