Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

મારા માટે આ મજાનો અનુભવ રહ્યોઃ અર્જન

અભિનેતા અર્જન બાજવાએ સ્‍ટેટ ઓફ સીજ-૨૬/૧૧ તથા બેસ્‍ટસેલર જેવા વેબ શોથી સારી નામના મેળવી છે. અર્જન કહે છે ઓટીટી પર પણ કલાકારો સ્‍ટાર બનવા માંડયા છે. મને ઓટીટી પર કામ કરીને ખુબ મજા આવી રહી છે. મારા માટે આ નવો અનુભવ મજાનો રહ્યો છે. સારુ કામ કદી છુપુ રહેતું નથી. મારી બંને સિરીઝને દર્શકોએ ખુબ પસંદ કરી છે. આ બંને સિરીઝ પુસ્‍તક પર આધારીત હતી અને એક બીજાથી અલગ પણ હતી. સારુ કામ અને સારા પ્રોજેક્‍ટ તમને સફળતા અપાવે છે. મારા માટે એ મહત્‍વનું છે કે લોકો મારા દરેક કામને યાદ રાખે. સારી વાર્તાઓ દર્શકો સમક્ષ લાવવા ઓટીટી નવુ માધ્‍યમ છે. ઘણી કહાની બે ત્રણ કલાકમાં સારી રીતે દર્શાવી ન શકાય. આ માટે ઓટીટી પર મોકળુ મેદાન છે. બોલીવૂડ કલાકારો પણ હવે ઓટીટી પર આવવા ઉત્‍સુક રહે છે.

(10:17 am IST)