Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

દરેક પાત્રના અલગ પડકાર હોય છેઃ શ્રીયા

સચીન અને સુપ્રિયા પિલગાંવકરની દિકરી શ્રીયા પિલગાંવકરે પોતાની પ્રતિભાના જોરે સફળતા મેળવી છે. તેણે ૨૦૧૩માં  મરાઠી ફિલ્‍મથી શરૂઆત કરી હતી. એ પછી ફ્રેન્‍ચ ફિલ્‍મ કરી હતી. બોલીવૂડમાં ૨૦૧૬માં શાહરૂખ ખાન સાથે ફેનમાં કામ કર્યુ હતું. મિરઝાપુર, મર્ડર ઇન અંગોલા, ધ ગોન ગેમ, ક્રેક ડાઉન, ગિલ્‍ટી માઇન્‍ડસ, ધ બ્રોકન ન્‍યુઝ જેવા વેબ શોએ પણ તેણે ખાસ્‍સી જાણીતી બનાવી છે. હાલમાં જ તે ભુવન બામના શો તાજા ખબરમાં દેખાઇ હતી. તે કહે છે હવે ફિલ્‍મોમાં અભિનેત્રીઓને પણ મહત્‍વ અપાઇ રહ્યું છે. આમ છતાં થોડી કચાસ છે. હું ઇચ્‍છુ છુ કેસ્ત્રીઓનું માત્ર સ્‍ક્રીન પર જ નહિ દરેક ક્ષેત્રમાં યોગદાન હોવુ જોઇએ.  તે કહે છે કલાકારોને પડકારો ઉઠાવવા ગમતાં હોય છે. દરેક પાત્રના પોતાના અલગ પડકારો હોય છે. મારા માટે બોલીવૂડ ટોલીવૂડ બંને સરખા છે. આ ભારતીય ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી છે. બંને ઇન્‍ડસ્‍ટ્રી એકબીજા પાસેથી કંઇક શીખે છે.

(10:17 am IST)