Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

એન ઈવનિંગ વિથ સ્‍પોર્ટ્‌સ સેલિબ્રિટીઝ

મુંબઈઃ જુહુની જેડબ્‍લ્‍યુ મેરિયટ હોટેલમાં ઈન્‍ડિયા સ્‍પોર્ટ્‌સ ઓનર્સ આયોજિત દેશની ચોથી સીઝનના સૌથી પ્રતિષ્‍ઠિત સ્‍પોર્ટ એવોર્ડ્‌સ  માટેની રેડ- કાર્પેટ સેરેમનીમાં ખેલજગતના અનેક નામાંકિતોએ હાજરી આપી હતી. કિંગ કોહલી એકટ્રેસ- પત્‍ની અનુષ્‍કા સાથે આવ્‍યો હતો અને ભારતીય ઓપનર શુભમન ગિલ પણ હાજર હતો. ભાલાફેંકની હરિફાઈનો ઓલિમ્‍પિકસ- ચેમ્‍પિયન નીરજ ચોપડા, ચેમ્‍પિયન બોકસર વિજેન્‍દરસિંહ તેમજ લેજન્‍ડરી રનર પી.ટી. ઉષા તથા ભૂતપૂર્વ ટોચની શૂટર અંજલિ ભાગવત આ સમારોહમાં ઉપસ્‍થિત હતાં. ભારતીય બેડ્‍મિન્‍ટનના લેજન્‍ડ પ્રકાશ પાદુકોષ પુત્રી દીપકા પાદુકોણ અને તેના એકટર- પતિ રણવીરસિંહ સાથે આવ્‍યા હતા. આંતરરાષ્‍ટ્રીય રનિંગના લેજન્‍ડ અમેરિકાના કાર્લ લુઈસ પણ સમારંભમાં આવ્‍યા હતા

(4:21 pm IST)