Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

તક મળતાં ગાયકીના ભાઠ ભણી લે છે કિર્તી કુલ્હારી

કિર્તી કુલ્હારી નવી ફિલ્મ શાદિસ્તાનમાં અલગ જ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં કામ કર્યા પછી તે સંગીતમાં વધુ રસ લેતી થઇ ગઇ છે. શાદિસ્તાનમાં સશા નામની યુવતિનો રોલ તે નિભાવી રહી છે. સશા એ બેન્ડમાં ત્રણ છોકરાઓ સાથે કામ કરતી હોય છે. આ ફિલ્મમાં કામ કર્યા બાદ સંગીત પ્રત્યે તેને વધુને વધુ રસ જાગ્યો છે. તે કહે છે હું  દિલથી સંગીતકાર છું અને સંગીતની દુનિયામાં મને ખૂબ જ રસ છે. લીડ રૉક બૅન્ડ વોકલિસ્ટ સશાનું પાત્ર મને ઑફર થતાં જ હું અત્યંત  ઉત્સાહિત થઈ ગઈ હતી. સશાની ઘણી કવૉલિટી મને પસંદ પડી છે. આ પાત્રને કારણે મ્યુઝિકમાં મને જે ઇન્ટરેસ્ટ હતો એ લોકો સમક્ષ રજૂ કરવાની મને તક મળી છે. સશા અને મારા કલાસિકલ રૂટ્સ છે. મારા બાળપણમાં હું કલાસિકલ મ્યુઝિક શીખી હતી અને મને જ્યારે પણ તક મળે છે ત્યારે હું હજી પણ ગાયકીના પાઠ ભણી લઉં છું. સંગીતકારનું પાત્ર ભજવવું મારે માટે ખૂબ જ રસદાયક રહ્યું છે.  વળી અસલી જિંદગીના ત્રણ સંગીતકાર સાથે કામ કરવાની તક પણ મળી છે.

(10:39 am IST)