Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

યાનિઆને હવે સીધા ઓડિશનના ફોન આવે છે

સફળ વેબ સિરીઝ 'મેઇડ ઇન હેવન'માં પંજાબી છોકરી સુખમાની સદાનાનું પાત્ર ભજવી દર્શકોના ધ્યાનનું કેન્દ્ર બનેલી અભિનેત્રી યાનિઆને વધુ કામ મળતું થઇ ગયું છે. હવે તે ક્રિમીનલ જસ્ટીસ જેવી હિટ સિરીઝ બનાવનારા વિશાલ ફુરીયાની એક ફિલ્મ છોરીમાં પણ કામ કરશે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા નુસરત ભરૂચા નિભાવીર હી છે. યાનિઆ ભારદ્વાજે કહ્યું હતું કે 'મેઇડ ઇન હેવનને કારણે મારી કારકિર્દીની ગાડી પાટે ચડી ગઇ છે. લૉકડાઉન વખતે મેં ઘરેથી જ 'છોરી' માટે ઑડિશન આપ્યું હતું. જોકે ડિરેકટર વિશાલે 'મેઇડ ઇન હેવન' નહોતું જોયું. મેં શો રીલની વાત કરી તો એણે ના પાડીને કહ્યું કે તારું પાત્ર 'મેઇડ ઇન હેવન'ની પંજાબી છોકરીથી સાવ અલગ જ છે. આ સિરીઝ પછી કાસ્ટિંગ ડિરેકટર્સ મને ગંભીરતાથી લેવા માંડ્યા છે. પહેલા તો મને ફોન જ નહોતાં આવતાં, હવે સીધા ઓડિશનમાં બોલાવે છે. ફિટ ઍન્ડ ફાઇન રહેતી યાનિઆ ભારદ્વાજ માને છે કે પર્ફેકટ બૉડી જેવું કાંઈ છે જ નહીં. તેણે કહ્યું કે 'ઍકિંટગ કરવા માટે ચોક્કસ પ્રકારનું ફિગર હોવું જોઈએ એ માનવા જેવું નથી. તંદુરસ્ત રહેવું જરૂરી છે.

(10:39 am IST)