Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મેં પહેલી વખત સિગારેટ ૫કડીઃ રિત્વીક સાહોરે

ટીનએજર તરીકે ખુબ જ દમદાર ભુમિકાઓ નિભાવી વાહવાહી મેળવી ચુકેલો અભિનેતા રિત્વીક સાહોર હાલમાં જ એમએકસ પ્લેયર પર આવેલી ઇન્દોરી ઇશ્કમાં પોતાની ભુમિકાથી ચાહકોને ચોંકાવી ગયો છે. રિત્વીકે અગાઉ દંગલ, લાખો મેં એક અને ફલેમ્સમાં ગભરૂ તરૂણના પાત્રો ભજવ્યા હતાં. પણ ઇન્દોરીમાં તેણે એકદમ અલગ જ રોલ નિભાવ્યો છે. આ સિરીઝમાં રિત્વિક સાહોરે કૃણાલના રોલમાં છે જે બીજી બધી રીતે તો સફળ લાઇફ ધરાવે છે, પણ પ્રેમસંબંધમાં મળેલા દગાને કારણે તેની જિંદગી ગોટે ચડી જાય છે. રિત્વીક માટે આ પાત્ર ખુબ જ પડકારરૂપ રહ્યો છે. આ પાત્ર મારા અન્ય પાત્રોથી એકદમ વિપરીત છે. કુણાલ અન્ય છોકરા જેવો જ છે, પણ જ્યારે તેને પ્રેમમાં દગો મળે છે ત્યારે તે ગાંડપણની દરેક હદ પાર કરી નાખે છે. મેં મારી રિયલ લાઇફમાં જે બ્રેકઅપ કે અન્ય ઇમોશન્સ જોયાં છે એનો પણ ઉપયોગ આ પાત્ર માટે કર્યો છે. હું કદી ધુમ્રપાન કરતો નથી. પણ આ સિરીઝ માટે હું પહેલી વખત સગારેટ પકડતાં શીખ્યો હતો.

(10:40 am IST)