Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ધ આર્ચીઝનું ઉટીમાં શુટીંગ થયું ખતમ

જોયા અખ્‍તર અલગ જ ફિલ્‍મો બનાવવા માટે જાણીતી છે. તેણે હવે નેટફિલક્‍સ માટે એક ફિલ્‍મ બનાવી છે. ‘ધ આર્ચીઝ' નામની આ ફિલ્‍મનું તાજેતરમાં ઉટી ખાતે શુટીંગ ખતમ કરી લેવામાં આવ્‍યું છે. આ ફિલ્‍મથી કેટલાક બોલીવૂડ સ્‍ટાર્સના સંતાનો કારકિર્દી શરૂ કરશે. જેમાં શાહરૂખ ખાનની દિકરી સુહાના અને બોની કપૂરની દિકરી ખુશી કપૂરની આ પહેલી ફિલ્‍મ હશે. અમિતાભ બચ્‍ચનના દોહિત્ર અગત્‍સ્‍ય નંદા પણ આ ફિલ્‍મથી અભિનય શરૂ કરશે. જોયા અખ્‍તરે આ ફિલ્‍મ ટાઇગર બેબી નામના બેનર હેઠળ રીમા કાગતી સાથે મળીને બનાવી છે. ઇન્‍સ્‍ટાગ્રામ પર શુટીંગ પુરૂ થઇ ગયાની જાણકારી આપવામાં આવી હતી.  ખુશી કપૂરે પણ શુટીંગ પુરું થયાની ખુશી વ્‍યક્‍ત કરી હતી. ખુશી આ ફિલ્‍મમાં બેટ્ટી કપૂરના રોલમાં, સુહાના વેરોનિકા લોજના રોલમાં, અગત્‍સ્‍ય આર્ચી એન્‍ડ્રયુઝના પેપ કોમિક્‍સ સ્‍ટેન્‍ડઅલોનના રોલમાં જોવા મળશે.

(10:25 am IST)