Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

અજય-સિધ્‍ધાર્થ-રકુલ દિવાળીએ કહેશે ‘થેંક ગોડ'

અજય દેવગણની ઘણી ફિલ્‍મોની ચાહકો રાહ જોઇ રહ્યા છે. જેમાંથી એક થેન્‍ક ગોડ પણ છે. આ ફિલ્‍મ હવે દિવાળી પર રિલીઝ થશે. તહેવારના દિવસોમાં મોટા બજેટની ફિલ્‍મો વચ્‍ચે ટક્કર થતી હોય છે. અજયની ફિલ્‍મની ટક્કર અક્ષય કુમારની રામસેતુ સાથે થઇ શકે છે. અગાઉ થેંક ગોડ ફિલ્‍મને આ જુલાઇ મહિનામાં રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું. એ પછી તારીખ બદલીને  દિવાળી પર રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું. નિર્માતાઓએ તાજેતરમાં જ સોશિયલ મિડીયા પર પોસ્‍ટ મુકીને ફિલ્‍મ દિવાળીના તહેવાર પર જ આવશે તેવું સ્‍પષ્‍ટ કરી દીધું છે. ઇન્‍દ્ર કુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્‍મમાં અજય સાથે સિધ્‍ધાર્થ મલ્‍હોત્રા પહેલી વખત જોવા મળશે. સાથે રકુલ પ્રિત સિંહ પણ છે. ફિલ્‍મના નિર્માતા ભુષણ કુમાર, ઇન્‍દ્રકુમાર અને અશોક ઠાકરે છે. રોમાન્‍ટીક કોમેડી ફિલ્‍મ દર્શકોને હસાવવા સાથે ભરપુર મનોરંજન આપશે તેવો નિર્માતાઓનો દાવો છે.

(10:24 am IST)