Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જુલાઇમાં ઓટીટી પર રિલીઝ થશે જ્‍હાન્‍વીની ફિલ્‍મ

અભિનેત્રી જ્‍હાન્‍વી કપૂરની આગામી ફિલ્‍મ ગૂડ લક જેરીની ઘોષણા થઇ ત્‍યારથી ચાહકો તેની રાહમાં છે. આ ફિલ્‍મનો પહેલો લૂક જાહેર થઇ ગયો છે. સાથે ફિલ્‍મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઇ છે. જ્‍હાન્‍વીએ એક પોસ્‍ટર મુક્‍યું છે જેમાં તે ડરેલી છે અને હાથમાં બંદૂક જોવા મળી રહી છે. તે એક ડબ્‍બા પાછળ છુપાયેલી જોવા મળી રહી છે. આ પોસ્‍ટર સોશિયલ મિડીયા પર પોસ્‍ટ કરીને જ્‍હાન્‍વીએ લખ્‍યું છે કે-નિકલ પડી હું, મેં એક નયે એડવેન્‍ચર પર, ગૂડ લક નહિ બોલેંગે? આ ફિલ્‍મ ૨૯મી જુલાઇએ ડિઝની પ્‍લસ હોટસ્‍ટાર પર સ્‍ટ્રીમ થશે. આ ફિલ્‍મના નિર્દેશક સિધ્‍ધાર્થ સેનગુપ્‍તા છે. ફિલ્‍મનું નિર્માણ આનંદ એલ રાય અને સુબાસકરણે કર્યુ છે. ફિલ્‍મમાં જ્‍હાન્‍વી ઉપરાંત દિપક ડોબરીયાલ, મિતા વશિષ્‍ઠ, નિરજ સૂદ અને સુશાંતસિંહ પણ મહત્‍વની ભુમિકામાં છે. જ્‍હાન્‍વીએ આ ફિલ્‍મ માટે ખુબ મહેનત કરી છે.

(10:25 am IST)