Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સતત કામમાં વ્યસ્ત હોવાથી ખુશ છે રકુલપ્રિત સિંહ

અભિનેત્રી રકુલપ્રિત સિંહનું ડ્રગ્સ કેસમાં નામ ઉછળતાં નિવેદન લખાવવું પડ્યું હતું. પણ હવે તે ફિલ્મોના કામમાં સતત વ્યસ્ત હોવાથી ખુશ છે. સોૈથી સારી બાબત એ છે કે તેણે પોતાની આહારશૈલી બદલી હોવાથી તેના દેખાવમાં પણ બદલાવ આવ્યો છે. તેણે માંસાહારનો ત્યાગ કરી દીધો છે. તેણે સોૈ પહેલા એક મહિના સુધી પ્રયોગ કર્યો હતો કે તે રોજીંદા આહારમાંથી પ્રાણીજ પદાર્થ ત્યજી દેશે. આ પ્રયોગ તેને ફાવી ગયો હતો. તે કહે છે મેં સાંભળ્યું હતું કે જે પ્રાણીનું માંસ ખાઇએ તેમને જ્યારે કાપવામાં આવે ત્યારે તેમના નિસાસા નીકળ્યા હોય તે આપણને અંદરથી બેચેન, નકારાત્મક બનાવી નાંખે છે. હવે મારું શરીર હળવું થવા માંડ્યું છે. ત્વચા પણ ચમકવા માંડી છે. રકુલપ્રિતે સરદાર એન્ડ ગ્રાન્ડસન ફિલ્મનું શુટીંગ પુરૂ કર્યુ છે. બીજા પ્રોજેકટમાં પણ વ્યસ્ત છે. તે કહે છે હું દરેક બાબતે સકારાત્મક વલણ રાખુ છું.

(10:12 am IST)