Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સિધ્ધાંતની ફિલ્મમાં રોમાન્સ સાથે એકશન અને થ્રિલ

ગલી બોય ફેઇમ અભિનેતા સિધ્ધાંત ચતુર્વેદીને સતત મોટી ફિલ્મો મળીરહી છે. તે નવા પ્રોજેકટ 'યુધરા'ને કારણે પણ ખુબ ચર્ચામાં છે. ફોન ભૂત પણ તેની આવનારી ફિલ્મ છે. સિધ્ધાંતે પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી દીધી છે. યુધરાનું ટીઝર સોશિયલ મિડીયા પર ખુબ વાયરલ થયું છે. સિધ્ધાંત સાથે આ ફિલ્મમાં માલવિકા મોહનનની જોડી છે. આ નવી જ જોડીની ફિલ્મમા઼ રોમાન્સ, એકશન અને થ્રિલર એવું બધુ જ છે. ફિલ્મનું નિર્દેશન રવિ ઉદિયાવર કરી રહ્યા છે. આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મમાં સ્ટ્રીટ ફાઇટ સહિતનું એકશનનું ઉચ્ચ સ્તર છે.

બીજા પાવરપેક કલાકારો પણ આ ફિલ્મમાં છે. યુધરાનું પહેલુ પોસ્ટર લિરીઝ થતાં જ સિધ્ધાંતની આ ફિલ્મે ઉત્સુકતા જગાડી દીધી હતી. સિધ્ધાંત અને માલવિકાનું બીજુ એક પોસ્ટર પણ રિલીઝ થઇ ગયું છે. નિર્દેશક રવિ અગાઉ શ્રીદેવી અભિનિત ફિલ્મ મોમનું નિર્દેશન કરી ચુકયા છે.

(10:14 am IST)