Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

હું ઓછુ બોલુ છુ તેથી લોકો મને ઘમંડી સમજે છેઃ ગુજરાતી ગર્લ અમિષા પટેલ

પોતાના હોટ ફોટા સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરી સૌને મદહોશ કરી દીધાઃ સની દેઓલ સાથે ‘ગદર-ટુ'માં જોવા મળશે

મુંબઇઃ ગદર એક પ્રેમકથા ફિલ્‍મથી જાણીતી બનેલી ગુજરાતી ગર્લ અમિષા પટેલ સોશ્‍યલ મીડિયામાં પોતાની અવનવી હોટ તસ્‍વીરો શેર કરી ચાહકોના દિલમાં સ્‍થાન બનાવ્‍યુ છે. તેમણે કહ્યુ કે હું ઓછુ બોલુ છુ, તેથી લોકો મને ઘમંડી સમજે છે. તેની આવનારી ફિલ્‍મ ‘ગદર-ટુ'માં તે સની દેઓલ સાથે જોવા મળશે.

આ ગુજરાતી છોકરી તેની પહેલી જ ફિલ્મથી બોલીવુડમાં રીતસરની છવાઈ ગઈ હતી. પહેલી ફિલ્મમાં તેને જે પ્રકારે સફળતા મળી હતી કદાચ ભાગ્યે જ કોઈને પહેલી જ ફિલ્મમાં આટલી મોટી સફળતા મળી હશે. અમે વાત કરી રહ્યાં છીએ કહોના પ્યાર હૈ...થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી ગુજ્જુ ગર્લ અમીષા પટેલની...

ગદરઃ એક પ્રેમકથા'થી જાણીતી થયેલી અમીષા પટેલ ફરી ચર્ચામાં આવી છે. તે પણ એક ઈન્સ્ટા વીડિયોના કારણે. જાણો એવું તો શું છે આ વીડિયોમાં કે ફરી છવાઈ ગઈ છે અમીષા. કહોના પ્યાર હૈ થી કારકીર્દિ શરૂ કરનાર અભિનેત્રી અમીષા પટેલ હાલ ફિલ્મોથી તો દૂર છે પરંતુ પોતાની બોલ્ડ અદાઓના કારણે હંમેશા ચર્ચામાં આવતી રહે છે. અમીષા પટેલનું ઈન્સ્ટાગ્રામ  બોલ્ડ ફોટોસથી ભરેલું હોય છે. એમાં પણ હાલમાં તેણે શેર કરેલો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં અમીષા સોફા પર બેઠી છે. તેના વાળ ખુલ્લા છે અને હાથમાં મોબાઈલ છે. ડેનિમ અને વ્હાટઈ હોટ ટોપમાં અમીષા સૌ કોઈને કાયલ કરી રહી છે. જો કે, લોકોએ તેના આ વીડિયો પર ગંદા કમેન્ટ્સ પણ કર્યા છે.

આ સાથે અમીષાએ એવું પણ કહ્યું કે, કેટલાક લોકો મને દેખાડો કરતી મહિલા પણ કહેતા હતા. પરંતુ એવું કાંઈ નથી. તેનો ઉછેર જ એવી રીતે થયો છે. ગદરની સકીનાનો આ વીડિયો તો જાણે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયો છે. આ વીડિયોની સાથે અમીષાનું એક નિવેદન પણ વાયરલ થયું છે. જેમાં તે કહી રહી છે કે, કેવી રીતે ઈન્ડસ્ટ્રીના લોકો તેને ઘમંડી સમજતા હતા, કારણ કે તે ઓછી વાતો કરતી હતી. તે પુસ્તકોમાં ખોવાયેલી રહેતી હતી.

મહત્વનું છે કે, અમીષા પટેલ હાલ તેની આગામી ફિલ્મ 'ગદર 2'ના કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં તેની સાથે સની દેઓલ નજર આવશે. આ ફિલ્મ 2001માં આવેલી ફિલ્મ 'ગદરઃ એક પ્રેમકથા'ની સીક્વલ છે. ભલે છેલ્લાં કેટલાંક સમયથી અમીષા પટેલ ફિલ્મોમાં બહુ દેખાઈ ન હોય પણ તે હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. અમીષા અવાર નવાર પોતાના બોલ્ડ ફોટો અને વીડિયો વાયરલ કરીને પોતાના ચાહકોને ખુશ કરતી રહે છે.

(5:23 pm IST)