Gujarati News

Gujarati News

News of Thursday, 25th May 2023

ફિલ્‍મના શૂટિંગ દરમિયાન ડિરેક્‍ટર તેનું અંડરવેર જોવા માગતો હતો

પ્રિયંકાએ કહ્યું કે તે ઈન્‍ડસ્‍ટ્રીમાં ચાલતા રાજકારણથી થાકી ગઈ હતી

મુંબઇ,તા. ૨૫ : પ્રિયંકા ચોપડાની નારાજગી તે સમયે સ્‍પષ્ટ વ્‍યક્‍ત થાય છે જયારે તેને બોલિવૂડથી અંતર સાધવા વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપડાએ જણાવ્‍યું હતું કે કેવી રીતે તેને ઈન્‍ડસ્‍ટ્રીમાં લોકોએ એક કોર્નરમાં કરી દીધી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે તેણે પોતાને બધાની સાથે ઊભા રાખવા માટે ઈન્‍ડસ્‍ટ્રીના લોકો સાથે બીફ પણ ખાવું પડ્‍યું હતું. પ્રિયંકાએ કહ્યું કે તે ઈન્‍ડસ્‍ટ્રીમાં ચાલતા રાજકારણથી થાકી ગઈ હતી. પ્રિયંકા ચોપડાએ પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા કહ્યું કે ફિલ્‍મના શૂટિંગ દરમિયાન ડિરેક્‍ટર તેનું અંડરવેર જોવા માગતો હતો.

આ વિશે તેણે એક પોપ્‍યુલર મેગઝીન સાથે વાત કરતા કહ્યું કે આ ઘટના વર્ષ ૨૦૦૨-૨૦૦૩ની છે, જેમાં તેણે અંડરકવર ગર્લનું પાત્ર ભજવવાનું હતું. પ્રિયંકા ચોપડાએ જણાવ્‍યું કે તે ત્‍યારે ઈન્‍ડસ્‍ટ્રી માટે નવી હતી અને તે ડિરેક્‍ટર સાથે કામ કરી રહી હતી જેને તે પહેલા ક્‍યારેય મળી પણ નહોતી.

પોતાના તે ખાસ સીન વિશે વાત કરતાં પ્રિયંકા ચોપડાએ કહ્યું કે, કારણકે તે એક અંડરકવર એજન્‍ટની ભૂમિકામાં હતી તો તેણે એક છોકરાને સિડ્‍યૂસ કરવાનો હતો. આ માટે તેણે પોતાના શરીર પરથી કપડાં ઉતારવાના હતાં. પ્રિયંકા ઈચ્‍છતી હતી કે તે આ સીન માટે અનેક કપડાંમાં જોવા મળે, પણ ડિરેક્‍ટરે કહ્યું કે, નહીં, મારે આમનું અંડરવઙ્ઘર જોવું છે, નહીંતર કોઈ શું કામ આ ફિલ્‍મ જોવા આવશે?

પ્રિયંકાએ કહ્યું, ડિરેક્‍ટરે આ વાત સીધી મને ન કહી પણ મારી સામે જ મારા સ્‍ટાઈલિસ્‍ટને કહી. પ્રિયંકાએ કહ્યું કે તે ખૂબ જ અમાનવીય ક્ષણો જેવી ક્ષણ હતી. પ્રિંયકાએ કહ્યું કે તેને લાગતું હતું કે તેની કળા મહત્‍વની નહોતી અને જે તેણે કોન્‍ટ્રિબ્‍યૂટ કર્યું તે પણ મહત્‍વનું નહોતું.

બે દિવસ સુધી કામ કર્યા બાદ આખરે પ્રિયંકા ચોપડાએ તે ફિલ્‍મ પડતી મૂકી દીધી અને પ્રોડક્‍શન હાઉસે પોતાના ખિસ્‍સાના પૈસા ભરીને તેને બાય કહ્યું. ડિરેક્‍ટર વિશે વાત કરતા તેણે ઊમેર્યું કે દરરોજ તેનો ચહેરો જોઈ શકાય તેમ નહોતું.

(9:53 am IST)