Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

તો હું ખરાબ સપનુ સમજીને સુઇ જઇશઃ હુમા

હુમા કુરેશીની વેબ સિરીઝ મહારાની ખુબ વખાણાઇ છે. આ સિરીઝમાં હુમા અલગ જ રોલમાં જોવા મળી છે. પતિ કે જે મુખ્યમંત્રી છે તેના પર હુમલો થતાં પત્નિને મુખ્યમંત્રી બનવાની તક મળે છે. પછી શું થાય છે તેની દિલચશ્પ કહાની મહારાનીમાં છે. પરંતુ હુમા કહે છે અસલી જિંદગીમાં મને રાજકારણની જરાપણ સમજ નથી. હું આવી બાબતોમાં નાસમજ છું. જો હું કદાચ સાચે સીએમ બની જઇશ તો એક ખરાબ સપનું સમજીને સુઇ જઇશ. હુમા કહે છે સિરીઝમાં રાનીનું પાત્ર મારી જિંદગીનું સોૈથી વધુ મુશ્કેલ અને પડકારજનક રહ્યું છે. બોલીથી લઇ હાવભાવ એમ બધુ જ મુશ્કેલ હતું. બિહારી ભાષા જો કે મેં ગેંગ્સ ઓફ વાસેપુરમાં પણ બોલી હતી. પણ અહિ વધુ કપરુ કામ હતું. જો કે પડકારને મેં જીલ્યો અને સંતોષ આપનારું કામ કર્યુ છે. એક અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને મને ઘણું શીખવાનું મળ્યું છે. હુમા હોલીવૂડની ફિલ્મ સુધી પણ પહોંચી ગઇ છે. હુમાએ લોકડાઉનમાં એક કહાની પણ લખી છે. જે ભવિષ્યમાં ફિલ્મી પરદે આવી શકે છે.

(10:15 am IST)