Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

'શેરની'ને મળેલા રિસ્પોન્સ પછી વિદ્યા ટેન્શનમાં

ફિલ્મની મંથર ગતિને લીધે ઓડિયન્સ જબરા નાસીપાસ થયા

મુંબઇ, તા.૨૫: એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી 'શેરની' માટે ધાર્યું હતું એના કરતાં બહુ ખરાબ પરિણામ મળતાં અને ઓડિયન્સ નાસીપાસ થતાં એમેઝોન જ નહીં, વિદ્યા બાલન પણ ટેન્શનમાં છે. આ અગાઉ પણ વિદ્યાની ફિલ્મ 'શકુંતલા દેવી' પણ એમેઝોન પર ફ્લોપ પુરવાર થઈ હતી, જેને લીધે 'શેરની'માટે પોઝિટિવ અપેક્ષા રાખવામાં આવતી હતી, પણ ફિલ્મની ગતિ અત્યંત સ્લો હોવાને લીધે અને ફિલ્મમાં વિદ્યાના ભાગે પણ ખાસ કશું કરવાનું આવ્યું ન હોવાને લીધે ફેમિલી એન્ટરટનેઇનર હોવા છતાં ઓડિયન્સ જબરદસ્ત નાસીપાસ થયું છે.

એમેઝોનને ફીડબેક આપવાથી માંડીને ફિલ્મ અને પ્રોડકશન-હાઉસના સોશ્યલ મીડિયા પેજ પર પણ ઓડિયન્સ ક્રિટિસાઇઝ કરે છે, જે જોઈને વિદ્યા બાલન ખરેખર ટેન્શનમાં આવી છે અને તેણે આ જ પ્રોડકશન-હાઉસ સાથેની ફિલ્મની વાતચીત પણ અત્યારે અટકાવી દીધી છે.

(3:12 pm IST)