Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

તારક મહેતા...ને 'મિશન કાલા કૌવા' ફળ્યું: TRP મામલે અનુપમાને પછડાટ આપી બન્યુ નં.૧

પોપટલાલનું મિશન સફળઃ ટીવીનો ટોપ શો બન્યો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

નવી દિલ્હી, તા.૨૫: આ અઠવાડિયે ટીઆરપી લિસ્ટ ઓરમેકસ દ્વારા બહાર પાડવામાં આવી છે અને મોટો ફેરફાર જોવા મળ્યો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ તો કમાલ કરી નાખી. આ શો એ 'અનુપમા' અને 'યે રિશ્તા કયા કહેલાતા હૈ'ને જબરદસ્ત પછડાટ આપી છે.

નાના પડદાના સૌથી લોકપ્રિય શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ છેલ્લા અનેક વર્ષોથી ટોપ ૧૦માં પોતાની જગ્યા જાળવી રાખી છે. દિલિપ જોશી સ્ટારર આ શોમાં કાલા કૌઆ મિશને ફેન્સના દિલ જીતી લીધા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બધા ટીવી શોને પછાડીને નંબર વન પોઝિશન પર પહોંચી ગયો. તેણે અનુપમાને બીજા નંબરે ધકેલી દીધી.

રુપાલી ગાંગુલી, મદાલસા શર્મા, અને સુધાંશુ પાંડે સ્ટારર શો 'અનુપમા'  શરૂઆતથી ચર્ચાનો વિષય બનેલો છે. આ અઠવાડિયે આવેલા ટીઆરપી લિસ્ટમાં અનુપમા બીજા નંબરે છે. અત્રે જણાવવાનું કે આ શોએ શરૂઆતથી જ દર્શકોનો ખુબ પ્રેમ મેળવ્યો છે.

ટીઆરપી યાદીમાં ટોપ ૨માં જયાં ફિકશન્સ શો છે ત્યાં ત્રીજા નંબરે રિયાલિટી શો 'સુપર ડાન્સ ચેપ્ટર ૪' છે. શોમાં સતત આવતા ડ્રામેટિક ઈન્સિડન્ટ્સ દર્શકોને જકડી રાખે છે.

આ યાદીમાં ચોથા નંબરે પણ એક રિયાલિટી શો છે. 'ઇન્ડિયન આઈડલ' ભલે કોઈને કોઈ કારણસર ચર્ચા અને વિવાદમાં રહ્યો હોય પરંતુ સ્પર્ધકોના મધુર અવાજના કારણે આ શો દર્શકોના મન જીતી રહ્યો છે અને ચોથા નંબરે છે.

'તારક મહેતા...'ના જેમ 'યે રિશ્તા કયા કહેલાતા હૈ' એ પણ અનેક વર્ષોથી ટીઆરપી લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી રાખી છે. આ અઠવાડિયાની વાત કરીએ તો આ શો હાલ ટીઆરપી લિસ્ટમાં પાંચમા નંબરે છે.

(3:12 pm IST)