Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાધેમાં પણ સાઉથના અનેક નામી સ્ટારનો સમાવેશ કરાયો

સલમાન ખાનની ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની ચર્ચા હતી. પરંતુ હવે સિનેમાઘરોમાં જ પ્રદર્શિત થાય તેવા પ્રયાસો થઇ રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત બીજા પણ અનેક કલાકારોનો કાફલો જોવા મળી શકશે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા સ્ટારને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ અગાઉ દબંગ-૩માં કિચ્ચા સુદિપને વિલન તરીકે લેવામાં આવ્યો હતો. આ વિલન દર્શકોને પણ ગમ્યો હતો.  નિર્દેશક પ્રભુદેવાએ આ ફિલ્મ ફલોર પર જતાંની સાથે જ સાઉથના દર્શકોને પણ ધ્યાને રાખ્યા હતાં. હવે ભરત શ્રીનિવાસન, મેઘા આકાશ, કોમેડીયન નર્રા શ્રીનુ સહિતના કલાકારો પણ રાધેમાં જોવા મળશે. સાઉથના એકશન ડિરેકટર અનબૂ અરિવૂ પણ આ ફિલ્મ સાથે જોડાયેલા છે. રણદીપ હુડ્ડા, દિશા પટાની, જૈકી શ્રોફ અગાઉથી સામેલ હતાં. આ વર્ષની ઇદ પર આ ફિલ્મ રિલીઝ થઇ જવાની હતી. પણ કોરોનાએ એમ થવા દીધું નહોતું.

 

(10:30 am IST)