Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સૈયામી વધુ એક વેબ સિરીઝમાં

અભિનેત્રી સૈયામી ખેર વધુ એક વખત વેબ સિરીઝમાં અલગ જ પાત્ર સાથે આવી રહી છે. બોલીવૂડમાં અનિલ કપૂરના દિકરા સાથે મિર્ઝયા નામની ફિલ્‍મથી શરૂઆત કરનાર સૈયામીએ એ પહેલા તેલુગુ ફિલ્‍મ કરી હતી. તે મરાઠી ફિલ્‍મો પણ કરી ચુકી છે. જો કે હાલમાં તે વેબ શોમાં વધુ કામ કરતી જોવા મળી રહી છે. સ્‍પેશિયલ ઓપ્‍સ, બ્રીધ-ઇન ટુ ધ શેડોની બંને સિઝનમાં તેણે મહત્‍વની ભુમિકા નિભાવી છે. હવે તે નિર્દેશક અશ્વિની ઐયર તિવારીની વેબ સિરીઝ ફાડૂ-એ લવ સ્‍ટોરીમાં જોવા મળવાની છે. જેનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્‍યું છે. સોની લિવ પર એ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ શોમાં પાવૈલ ગુલાટી, અભિલાષ થપ્‍લિયાલ પણ મુખ્‍ય ભુમિકામાં જોવા મળશે. રોલમાં દેખાશે.  અશ્વિની કહે છે આ શોમાં બે વ્‍યક્‍તિની જટીલ જિંદગી અને તેમની મહત્ત્વાકાંક્ષા તથા પ્રેમ પર પ્રકાશ પાડવામાં આવ્‍યો છે. અલગ વિચારધારા ધરાવતાં પાત્રોની જટિલતાને ઊંડાણપૂર્વક દેખાડાશે. આ એક રચનાત્‍મક, રિફ્રેશિંગ અને સમાજ સાથે જોડાયેલી સ્‍ટોરી છે.

(10:10 am IST)