Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સફળતાની ટોચ પર છે તેજસ્‍વી

ટીવી અભિનેત્રી ઇન્‍ડસ્‍ટ્રીમાં મહેતનતુ એક્‍ટ્રેસ તરીકે જાણીતી છે. તેણે બિગ બોસમાં ભાગ લઇને ખુબ નામના મેળવી હતી. એ પછી તે સતત ટીવી પરદે કામ કરી રહી છે. તેણે ૨૦૧૨માં ટીવી શો ૨૬૧૨થી શરૂઆત કરી હતી. સંસ્‍કાર, સ્‍વરાગિની, પહેરેદાર પ્‍યાર કી, રિશ્‍તા લીખેંગે હમ નયા સહિતના શો કર્યા છે. તે હાલમાં નાગિન-૬માં કામ કરી રહી છે. તેજસ્‍વી રોજબરોજ સમાચારોમાં રહેતી હોય છે. થોડા સમય પહેલા તેણે એક લક્‍ઝરી કાર ખરીદી હતી અને પછી તેણે ગોવામાં ઘર ખરીદી લીધું છે. હાલમાં તેજસ્‍વી પ્રકાશ પોતાની સફળતાના શિખરે છે.  બોયફ્રેન્‍ડ કરણ પણ ગર્લફ્રેન્‍ડ માટે સોશિયલ મિડીયા પર અવાર-નવાર ક્‍યુટ સ્‍ટોરી પોસ્‍ટ કરતો રહે છે. જેમાં તેજસ્‍વી ગોવાના પોતાના નવા ઘરની ચાવી બતાવતી જોવા મળી હતી. કરણે એક નોંધ પણ લખી હતી અને તેમાં તેણે તેજસ્‍વીને ખુબ જ મહેનતુ ગણાવી હતી. સાથે સાથે તેણે અભિનંદન પણ આપ્‍યા હતાં. તો સાથે સાથે તેને દરેક શહેરમાં ઘર બને તેવી શુભેચ્‍છાઓ પણ આપી હતી.

(10:11 am IST)