Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ત્‍યારે ટીવી પરદાની ઓફર સ્‍વીકારી લીધી હતીઃ ઇશિતા

ટીવી પરદેથી શરૂઆત કર્યા પહેલા તેલુગુ ફિલ્‍મમાં કામ કરી ચુકેલી ઇશિતા દત્તાએ એક ઘર બનાઉંગા, નચ બલીએ, રિસ્‍તો કા સોૈદાગર-બાજીગર, કોૈન હૈ, બેપનાહ, થોડા સા બાદલ થોડા સા પાની, સિર્ફ તૂમ સહિતના શો કર્યા છે. તે હિનદી અને કન્‍નડ ફિલ્‍મો પણ કરતી રહી છે. હાલમાં જ તે અજય દેવગણ સાથે દ્રશ્‍યમ-૨માં જોવા મળી છે. ઇશિતા કહે છે દ્રશ્‍યમ ફિલ્‍મ કર્યા પછી ટાઇપ ક્‍લાસ થવાનો ભય ઉભો થયો હતો. મને એ ફિલ્‍મ પછી સતત અંજુ જેવા જ રોલ ઓફર થવા માંડયા હતાં. ત્‍યારે એમ હતું કે કદાચ હું ટાઇપ ક્‍લાસ થઇ જઇશ. આને કારણે મેં ફિલ્‍મોની રાહ જોયા વગર ટીવી પરદેથી આવતી ઓફર સ્‍વીકારી લીધી હતી. ઇશિતાને મહારાણી લક્ષ્મીબાઇની બાયોપિકમાં કામ કરવાની ઇચ્‍છા છે. સફળતામાં છકી ન જવું અને નિષ્‍ફળતામાં હારી ન જવું એ તેનો જીવન મંત્ર છે.

(10:50 am IST)