Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

આપણે આપણા સશસ્‍તર દળો પ્રત્‍યેનો ઉપકાર ક્‍યારેય ન ભુલવો જોઇએ : અભિનેત્રી રિચા ચઢ્ઢાના ટ્‍વીટ પર અક્ષયકુમારનું નિવેદન

રિચા ચઢ્ઢાના ટ્‍વીટથી નારાજ ફિલ્‍મમેકરે એફઆઇઆર દાખલ કરવાની માંગ કરી

મુંબઇઃ બોલિવુડ એક્‍ટ્રેસ રિચા ચઢ્ઢાએ ટ્‍વીટર પર ‘ગલવાન કહે છે હાય' કહીને વિવાદમાં ફસાઇ છે. બીજેપીના નેતા મંજિદરસિંહ સિરસાએ કહ્યુ કે આ શરમજનક ટ્‍વીટ છે.

અભિનેત્રી રિચા ચડ્ઢા આ દિવસોમાં એક ટ્વીટને લઈને વિવાદોમાં ચાલી રહી છે. ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ હાલમાં એક ટ્વીટ કરતા કહ્યું હતું કે, 'ભારતીય સેના પાકિસ્તાનના કબજામાં કાશ્મીર  (POK) નો જે ભાગ છે તેને પરત લેવા માટે તૈયાર છે બસ સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.' જેના પર અભિનેત્રી રિચાએ જવાબ આપતા લખ્યું હતું, 'ગલવાન હાય' બોલી રહ્યું છે. આ કહ્યાં બાદ અભિનેત્રી વિવાદોમાં આવી ગઈ હતી. તેના આ ટ્વીટ પર અભિનેતા અક્ષય કુમારની પ્રતિક્રિયા આવી છે. 

જોઈને દુખ થાય છેઃ અક્ષય કુમાર

અક્ષય કુમારે રિચા ચડ્ઢાના ટ્વીટના સ્ક્રીનશોટ શેર કરતા ટ્વિટર પર એક પોસ્ટ કરી છે. પોતાના આ ટ્વીટમાં અક્ષયે લખ્યું- તે જોઈને દુખ થાય છે. આપણે આપણા સશસ્ત્ર દળો પ્રત્યેનો આટલો ઉપકાર ક્યારેય ન ભૂલવો જોઈએ. જો તેઓ છે તો આપણે આજે છીએ.

અભિનેત્રી આવી વિવાદમાં

બોલીવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા પર ટ્વિટર પર તેની તાજેતરની પોસ્ટમાં સેનાનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિચાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. પોતાના નિવેદનમાં લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછું લેવા માટે આદેશ આપવામાં આવે તો તેને એક્ઝિક્યુટ કરવા તૈયાર છે. આના પર રિએક્ટ કરતા રિચાએ કહ્યું કે, “ગલવાન કહે છે હાય.” BJPના મંજ઼િન્દર સિંહ સિરસાએ કહ્યું કે, “આ એક શરમજનક ટ્વીટ છે. વહેલી તકે પાછી ખેંચી લેવી જોઈએ. આપણા સશસ્ત્ર દળોનું અપમાન કરવું વ્યાજબી નથી.”

આ ફિલ્મમેકરે એફઆઈઆર દાખલ કરવાની કરી માંગ

અક્ષય કુમાર પહેલા બોલીવુડ ફિલ્મમેકર અશોક પંડિતે પણ રિચા ચડ્ઢાનો વિરોધ કર્યો છે. તેમણે મુંબઈ જુહૂ પોલીસને એક પત્ર લખતા સુરક્ષા દળોની મજાક ઉડાવવા અને અપમાન કરવાને લઈને અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે. 

ઉલ્લેખનીય છે કે વિવાદ વધ્યા બાદ રિચાએ એક ટ્વીટ કરી માફી પણ માંગી છે. તેણે કહ્યું કે તેનો ઇરાદો કોઈનું અપમાન કરવાનો નથી. પરંતુ હવે રિચા ચડ્ઢા વિવાદમાં આવી ચુકી છે. ટ્વિટર પર પણ લોકો તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની ધમકી આપી રહ્યાં છે. 

(5:38 pm IST)