Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

વાહ કયા જોડી બનાઇ...બોલીવૂડમાં આ વર્ષે ૧૫ નવી જોડીઃ પહેલીવાર એક સાથે કામ કર્યુ

મુંબઇ તા. ૨૬: બોલીવૂડમાં કોરોનાને કારણે ગયા વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થઇ શકી નથી. આ વર્ષે જે ફિલ્મો આવી રહી છે તેમાં અનેક નવી જોડીઓ જોવા મળવાની છે. જેમાં બોલીવૂડમાં મોટુ નામ ધરાવતા હીરો અને હિરોઇનની જોડીઓ પણ સામેલ છે.

રિતીક રોશન અને દિપીકા પાદુકોણની જોડી અગાઉ એકપણ ફિલ્મમાં સાથે જોવા મળી નથી. બંનેની કારકિર્દી અહિ ખુબ લાંબી છે. પરંતુ બંનેએ સાથે કામ અત્યાર સુધી કર્યુ નહોતું. હવે આ બંને સિધ્ધાર્થ આનંદની ફિલ્મ 'ફાઇટર'માં એક સાથે જોવા મળશે. રોમાન્ટીક એકશન એવી આ ફિલ્મની દર્શકો રાહ જોઇ રહ્યા છે.

સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'અતરંગી'માં જોવા મળી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ. રાય કરી રહ્યા છે. ફિલ્મમાં ધનુષ પણ છે. આયુષ્યમાન ખુરાના અને વાણી કપૂર પણ પહેલી વખત સાથે દેખાશે. રોમાન્ટીક કોમેડી એવી 'ચંડીગઢ કરે આશિકી' ફિલ્મમાં આ બંને સાથે છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડી 'ભૂલભૂલૈયા-૨'માં જોવા મળશે. આ હોરર કોમેડી છે. રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂરની ફિલ્મ 'રૂહી'માં એક સાથે છે. આ પણ હોરર કોમેડી જોનરની ફિલ્મ છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર રિયલ લાઇફ જોડી છે. આ બંને પહેલી વાર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે. જૈકલીન ફર્નાન્ડીઝ અને રણવીરસિંહની જોડી 'સર્કસ'માં આવી રહી છે. રોહિત શેટ્ટી આ ફિલ્મ બનાવી રહ્યા છે. ફરહાન અખ્તર અને મૃણાલ ઠાકુરની જોડી 'તૂફાન'માં કામ કરી રહી છે. આ ફિલ્મ પણ રિલીઝ માટે તૈયાર છે. રણબીર કપૂર અને શ્રધ્ધા કપૂરની લવરંજન નિર્મિત ફિલ્મમાં જોડી છે. કાર્તિક આર્યન અને જ્હાન્વી કપૂર દોસ્તાના-૨માં જોવા મળશે. રણબીર કપૂર સંદિપ રેડ્ડીની ફિલ્મ એનિમલમાં પરિણિતી ચોપડા સાથે કામ કરી રહ્યો છે. અનિલ કપૂર પણ આ ફિલ્મમાં છે.

સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની જોડી શેરશાહમાં લેવામાં આવી છે. વિષ્ણુ વર્ધન નિર્દેશીત આ ફિલ્મના સહ નિર્માતા કરણ જોહર છે. 'ડોકટરજી' નામની ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને રકુલ પ્રિત સિંહની જોડી છે. આ ઉપરાંત અનન્યા પાંડેની જોડી સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોડા સાથે છે. સિધ્ધાંત ચતુર્વેદી અને માલવિકા મોહનન ફિલ્મ યુધરામાં જોવા મળશે. આમ આ વર્ષમાં આ તમામ નવી જોડીઓ બોલીવૂડના પરદે ધમાલ મચાવશે. આ એવી જોડીઓ છે જેણે અગાઉ કદી પણ એક સાથે ફિલ્મમાં કામ કર્યુ નથી.

નોંધનીય છે કે અગાઉ બોલીવૂડમાં અમુક જોડીઓ સુપરહિટ ગણાતી હતી. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડીએ ૪૦ ફિલ્મો કરી હતી. અમિતાભ બચ્ચન અને રેખાની જોડી તથા શાહરૂખ ખાન અને કાજોલની જોડીઓને દર્શકોએ ખુબ  પસંદ કરી હતી. હવે આ વર્ષે આવી રહેલી નવી જોડીઓ કેવી કમાલ બતાવે છે તે માટે ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

(3:08 pm IST)
  • ભારતીય ટીમના બોલર યુસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃતિ : આજે યુસુફે ઍકાઍક જાહેરાત કરતાં જણાવેલ કે તેઓઍ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ લીધી છે : યુસુફ પઠાણે તેમની કારકિર્દીમાં ૫૭ વન ડે અને ૨૨ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી છે : તેઓની કારકિર્દીમાં અનેક સિમાચિન્હરૂપ ઈનિંગ્સનો સમાવેશ થાય છે : યુસુફઍ ઍક ફાંકડા ફટકાબાજ તરીકે પણ લોકચાહના મેળવેલ access_time 5:23 pm IST

  • સીંગતેલમાં રૂ. ૭૫ અને કપાસીયા તેલ અને પામોલીન તેલના ભાવમાં રૂ.૧૦૦નો વધારો ઝીંકાયો access_time 4:25 pm IST

  • આંદામાન સાગરમાં ભટકતી બોટની શોધ : રોહીંગ્યા શરણાર્થીઓની ગૂમ થયેલી બોટને શોધવામાં ભારતીય તટરક્ષક દળ મદદ કરી રહયું છે. આ નૌકા ૧પ દિ' પહેલા બાંગ્લાદેશથી રવાના થયા પછી ખરાબ થઇ ગયેલ. આ નૌકામાં ૯૦ લોકો છે. જેમની હાલત ખરાબ છે અને તે પૈકી ૮ના મોત થયાની આશંકા છે. જો કે આ નૌકા કયાં છે તે જાણવા મળતુ નથી. આ બોટમાં સવાર રપ વર્ષીય યુવાનની માતા નસીમા ખાતુન કહે છેકે પોતાનો પુત્ર ૪ લીટર પાણી માત્ર સાથે લઇને ગયો છે અને આ લોકો ભુખથી તડપી રહયા છે અને માર્ગ ભુલી ગયા છે. access_time 12:52 pm IST