Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

વધુ એક ક્રાઇમ સિરીઝમાં શ્વેતા

શ્વેતા ત્રિપાઠી હાલમાં વેબ સિરીઝ એસ્કેપ લાઇવમાં કામ કરી રહી છે. આ સિરીઝનું ઘણુંખરુ શુટીંગ બનાસરમાં થયું છે. કોરોનાના કેસ વધવા છતાં સમગ્ર ટીમે સાવચેતી રાખીને દરેક પરિસ્થિતિનો સામનો કરીને પણ શુટીંગ ચાલુ રાખ્યું હતું. એસ્કેપ લાઇવ એ એક ટેકથ્રિલર વેબ સિરીઝ છે. શ્વેતાએ કહ્યું હતું કે અમે શુટીંગમાં કોવિડ-૧૯ની તમામ ગાઇડલાઇનનું પાલન કર્યુ છે. સુકી ગરમી અને ખરાબ વાતાવરણમાં પણ અમે કામ કર્યુ છે. ગમે તેટલી ગરમી લાગે છતાં કામ નહિ અટકાવીએ એવું અમે નક્કી કર્યુ હતું. ચાલીસ ડીગ્રીમાં કામ કરવાનું આવે તો પણ હસતા મોઢે કામ કરવું એવો અમારો નિર્ણય હતો. શ્વેતા ૨૦૦૯થી અભિનય કરી રહી છે. પ્રારંભે તેણે ટીવી શો કર્યા હતાં. છેલ્લે તે મિરઝાપુર નામની વેબ સિરીઝમાં ગોલુ ગુપ્તાના રોલમાં જમાવટ કરી ગઇ હતી. તૃષ્ણા, સુજાતા, મસાન, લવ શોટ્સ, હરામખોર, ધ ઇલીગલ, રાત અકેલી હૈ સહિતની ફિલ્મો કરી છે. નવી દિલ્હીમાં જન્મેલી શ્વેતા વધુ એક સિરીઝ કરી રહી છે.

(10:09 am IST)