Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

થ્રિલર ફિલ્‍મો કરવા તત્‍પર રહે છે હુમા

અભિનેત્રી હુમા કુરેશીએ બોલીવૂડમાં અનેક પ્રકારની ભુમિકાઓ નિભાવી ચાહકોમાં સ્‍થાન મેળવ્‍યું છે. તેણે લીલાથી માંડીને મહારાની જેવી ફિલ્‍મો-સિરીઝમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. તાજેતરમાં તેણે ઓટીટી એવોર્ડમાં શ્રેષ્‍ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવ્‍યો હતો અને બધાની બોલતી બંધ કરી દીધી હતી. હુમાએ સાઇકોલોજીકલ થ્રિલર મિથ્‍યામાં પણ કામ કર્યુ છે. તે કહે છે આવી થ્રિલર ફિલ્‍મો કરવા હું સતત તત્‍પર છું. મેં કદી આવા પ્રોજેક્‍ટની શોધ કરી નહોતી. મિથ્‍યાએ મને ખુબ ઉત્‍સાહિત કરી હતી. છ એપિસોડની આ સિરીઝમાં હુમાએ હિન્‍દી સાહિત્‍યના પ્રોફેસરની ભુમિકા નિભાવી હતી. જેમાં વિદ્યાર્થીનીનો રોલ ભાગ્‍યશ્રીની દિકરી અવંતિકા દાસાનીએ નિભાવ્‍યો હતો. હુમાએ મહારાનીમાં પણ રાજકિય મહિલાનો જબરદસ્‍ત રોલ નિભાવી ટીકાકારોના મોઢા બંધ કરી દીધા હતાં. મહારાનીની બીજી સિઝન પણ રિલીઝ માટે તૈયાર છે. જેમાં નવા પડકારો અને વાસ્‍તીવકતાઓનો સામનો કરતી હુમા જોવા મળશે.

(10:16 am IST)