Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

લોકો એ તરફ નજર કરતાં નથીઃ મૃણાલ

ટીવી પરદેથી શરૂઆત કરનાર મૃણાલ ઠાકુરે બોલીવૂડમાં હવે કાઠુ કાઢી લીધુ છે.  છેલ્લે મૃણાલને ગુમરાહ નામની ફિલ્‍મમાં દર્શકોએ પોલીસ ઓફિસરના રોલમાં નિહાળી હતી. ફિલ્‍મમાં આદિત્‍ય રોય કપૂરે ડબલ રોલ નિભાવ્‍યો હતો. મૃણાલની ઇચ્‍છા લાંબા સમયથી પોલીસ ઓફિસરનો રોલ નિભાવવાની હતી. તે દ્રશ્‍યમ અને મર્દાની જેવી ફિલ્‍મોમાં તબ્‍બુ અને રાનીએ નિભાવેલા રોલ તેના માટે પ્રેરણારૂપ બન્‍યા હતાં. દિલ્‍હી ક્રાઇમના શેફાલી શાહના રોલમાંથી પણ મેં ગુમરાહના મારા રોલ માટે પ્રેરણા લીધી હતી. બોક્‍સ ઓફિસના આંકડા વિશે મૃણાલ કહે છે લોકો માત્ર સો કરોડનું કલેક્‍શન જુએ છે, પણ ખર્ચા તરફ નજર કરતું નથી. વીસ કરોડમાં બનેલી મારી ફિલ્‍મ સો કરોડ કમાય તો નફો થયો કહેવાય. પણ નેવુ કરોડની ફિલ્‍મ સો કરોડનો બિઝનેસ કરે તો એ કોમર્શિયલ સફળ ન ગણાય. સારી ફિલ્‍મ, સમિક્ષકોએ વખાણેલી ફિલ્‍મ, બ્‍લોકબસ્‍ટર ફિલ્‍મ અને કોમર્શિયલ ફિલ્‍મ આ ચારેય અલગ છે, લોકો ભેગા કરી ભેળપુરી કરી નાખે છે.

(10:17 am IST)