Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

એ અનુભવ અદ્દભુત રહ્યો છેઃ દિગાંગના

ટીવી પરદાને કારણે જાણીતી બનેલી  દિગાંગના સૂર્યવંશી હવે ફિલ્‍મી પરદે અને વેબ સિરીઝમાં પહોંચી ચુકી છે. તે કહે છે હાલમાં મારી પાસે ટીવી પર કામ કરવાનો સમય નથી. દિગાંગના કહે છે ટીવ, ફિલ્‍મ અને ઓટીટીનું પોતાનું અલગ મહત્‍વ છે. દરેક પ્‍લેટફોર્મની કામ કરવાની રીત અલગ છે. જો કે ટીવી સાથે મારો ખાસ લગાવ છે. પણ હાલમાં હું બીજા પ્રોજેક્‍ટમાં હોવાથી ટીવીના ડેઇલી શોપમાં જોડાઇ શકું તેમ નથી. ફિલ્‍મમાં કામ કરવાની અલગ મજા છે, તેમાં તમે એક પાત્ર ભજવી લો પછી અન્‍ય ફિલ્‍મમાં તમને એક નવું પાત્ર ભજવવા મળે છે. વેબ શો અંગે મારું માનવું છે કે તેમાં ટીવી અને ફિલ્‍મોનું મિશ્રણ છે. વેબ શોમાં ફિલ્‍મોની જેમ વધારે શુટીંગ શેડયુલ રહે છે. જો કે ટીવી કરતાં ઓછા દિવસનું શુટીંગ પણ હોય છે. ઓટીટી પર કામ કરવાનો મારો અનુભવ અદ્દભુત રહ્યો છે. વેબ શોમાં કામ કરીને હું ખુબ ખુશ છું. કદાચ ટીવી, ફિલ્‍મોમાં ભજવવા ન મળ્‍યા હોય તેવા પાત્રો અહિ મળે છે.

(10:18 am IST)