Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

આશિકી-૩નું શુટીંગ શરૂ થવામાં હજુ લાગશે સમય

કાર્તિક આર્યને બોલીવૂડમાં આપબળે સફળતા મેળવી છે. તેની છેલ્લે આવેલી શહેઝાદા ખાસ કંઇ કમાલ કરી શકી નહોતી. હવે ચાહકો તેની ફિલ્‍મ સત્‍યપ્રેમ કી કથાની રાહમાં છે. કાર્તિક આશિકી સિરીઝની આશિકી-૩ પણ  કરી રહ્યો છે. આ ફિલ્‍મની જાહેરાત થઇ ત્‍યારથી સતત ચર્ચા છે. ફિલ્‍મનું શુટીંગ ડિસેમ્‍બરમાં થશે તે નક્કી થઇ ગયું છે. આ ફિલ્‍મથી પહેલી વખત કાર્તિક અનુરાગ બાસુ સાથે કામ કરશે એવી વાતો વહેતી થઇ હતી. પણ આ માત્ર પ્રમોશનલ સ્‍ટ્રેટેજી હોવાનું જણાયુ હતું. આશિકી-૩નો નવો મોશન લોગો પણ રજૂ થઇ ગયો છે. જેમાં બેક ગ્રાઉન્‍ડમાં આશિકીનું ગીત સાંભળવા મળી રહ્યું છે. ફિલ્‍મ માટે મુખ્‍ય અભિનેત્રીની શોધ હજુ ચાલી રહી છે. આમ છતાં ફિલ્‍મનું ડિસેમ્‍બરમાં શુટીંગ શરૂ થઇ જશે એ નક્કી છે. ૧૯૯૦માં આવલી આશિકીમાં રાહુલ રોય, ૨૦૧૩માં આદિત્‍ય રોય કપૂર હતો અને અહવે કાર્તિક આર્યન છે.

(10:18 am IST)