Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

તેના કારણે હું સારી એકટર બનીઃ ઉર્વશી

ઉત્તરાખંડ હરિદ્વારની સુંદરી ઉર્વશી રાઉતેલા બોલીવૂડમાં આવ્યા પહેલા ફેશનની દૂનિયામાં નામના મેળવી હતી. અભિનયની શરૂઆત ૨૦૧૩માં સિંઘસાહેબ ધ ગ્રેટ ફિલ્મથી કરી હતી. હિન્દી ઉપરાંત કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મો પણ કરી ચુકેલી ઉર્વશી આજે ખુબ મોટુ નામ બની ગઇ છે. ફિલ્મોને કારણે એ ચર્ચામાં નથી હોતી એટલી ચર્ચા તેના ડ્રેસીસ, વિડીયો, સેવાના કામોને કારણે થતી રહે છે. હવેતે ડિજીટલ પ્લેટફોર્મ પર વેબ સિરીઝ ઇન્સપેકટર અવિનાશને કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મના  રોલને ન્યાય આપવા તેણે અભિનેતા રણદીપ હુડા પાસે મદદ માંગી હતી. તે અહિ પૂનમ મિશ્રાનું પાત્ર ભજવી રહી છે. તે કહે છે પૂનમના પાત્ર માટે મેં રણદીપ હૂડાની મદદ લીધી હતી. તે ખૂબ જ અદ્ભુત ઍકટર અને ખૂબ જ સારો વ્યકિત છે. હું તેની પાસેથી ઘણું શીખી હતી.  તેમનું પાત્ર ખૂબ જ સોલિડ છે અને તેના કારણે હું પણ સારીએકટર બની છું. આ ફિલ્મના ડિરેકટર નીરજ પાઠકનો પણ ઉર્વશીએ આભાર માન્યો હતો. તે કહે છે તેમના નિર્દેશનમાં કામ કરવાનો અનુભવ યાદગાર બની રહ્યો છે. સમગ્ર ટીમે ખુબ પ્રેમથી કામ કર્યુ છે. 

(10:32 am IST)