Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

નસિબનો સાથ જરૂરી હોય છેઃ નતાશા સુરી

અભિનેત્રી નતાશા સુરીએ કહ્યું હતું કે મારે અનેક વખત રિજેકશનનો સામનો કરવો પડ્યો છે. મારી પસંદગી અગાઉ અનેક ફિલ્મો માટે થઇ હતી. પરંતુ અંતિમ સમયે મને તેમાંથી રિપ્લેસ કરી દેવામાં આવી હતી. આવા અનેક પ્રોજેકટ હતાં, જેમાંથી મને છેલ્લી ઘડીએ પડતી મુકવામાં આવી હતી. પરંતુ આગળ જતાં કેટલી સફળતા મળે તે નસિબની વાત હતી. હું મહેનત કરવામાં માનુ છું. તાજેતરમાં એમએકસ પ્લેયર પર રિલીઝ થયેલી બિપાશા બાસુ અને કરણવીર સિંહની ફિલ્મ ડેન્જરસમાં નતાશા સુરીનો પણ ખુબ જ મહત્વનો રોલ છે. નતાશાએ કહ્યું હતું કે તમે મહેનત કરતાં રહો એ તમારું કામ છે. પરંતુ સાથો સાથ નસિબનો પણ તમારી સફળતામાં ખુબ મહત્વનો રોલ હોય છે. મારી સાથે એવું અનેક વખત બન્યું છે કે છેલ્લી ઘડીએ ફિલ્મ મારા હાથમાંથી જતી રહી હોય. અમુકની તો ડીલ પણ થઇ ચુકી હતી. પરંતુ આવું થાય તેને હું નસિબ પર છોડી દઉ છું. પરંતુ હવે મને સારી ફિલ્મો મળવા માંડી છે તેની ખુશી છે. મારી માતા શહેરમાં અભિનેત્રી બનવા આવી હતી. તેની અધુરી ઇચ્છા હવે હું પુરી કરી રહી છું.

 

(10:13 am IST)