Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

DID સુપર મોમ્‍સ ૩ : હરિયાણાની વર્ષા બુમરાહ બની વિનર

રશ્‍મિકા મંદાના, નીના ગુપ્તા, અને ગોવિંદા પણ હાજર રહ્યાᅠ

મુંબઇ તા. ૨૬ : ઝી ટીવીના ડાન્‍સ રિયાલિટી શો ડાન્‍સ ઈન્‍ડિયા ડાન્‍સ સુપરમોમને આ સીઝનનો વિજેતા મળ્‍યો છે. હાંસી હરિયાણાની વર્ષા બુમરાએ આ સિઝનની ટ્રોફી જીતી છે. હાંસીની શેરીઓ અને ગલીઓમાં જયાં લોકોએ વર્ષાને તેના પતિ સાથે કામ કરતી જોઈ હતી, તેઓએ આજે   તેને ટીવી પર ટ્રોફી હાથમાં જોયો હતો. હરિયાણાના હાંસીમાં જૂની ભારત સિનેમા સ્‍ટ્રીટમાં રહેતી વર્ષાએ દરેક એપિસોડમાં પૂરા જોશથી પર્ફોર્મન્‍સ આપ્‍યું હતું અને તે આજે તેના કોરિયોગ્રાફર વર્તિકા ઝાની મદદથી વિજેતા બની હતી.

ડાન્‍સ ઈન્‍ડિયા ડાન્‍સ સુપરમોમ ટ્રોફીની સાથે વર્ષાને પ્રાઇસ મની તરીકે ૧૦ લાખ રૂપિયાની રકમ મળી છે. આ સિવાય તેને ડાન્‍સર તરીકે પણ કેટલાક અસાઇનમેન્‍ટ આપવામાં આવશે. પ્રેક્ષકોએ વર્ષાને ભારે મતદાન કર્યું હતું.

વર્ષાનો પતિ નીતિન પણ તેની સાથે બજારમાં મજૂરીનું કામ કરતો હતો. તેણે તેની પત્‍નીને દરેક પગલે સાથ આપ્‍યો. પતિના સાથના કારણે વર્ષાને તેની મંઝિલ મળી ગઈ. વર્ષાએ નૃત્‍યના પાઠ નહોતા લીધા. તે ટ્રેન ડાન્‍સર નથી. તેણે ઈન્‍ટરનેટ અને યુટ્‍યુબ પર વીડિયો જોઈને ડાન્‍સ શીખ્‍યો છે. મજૂરી કામ પૂરું કરીને ઘરે આવ્‍યા બાદ વર્ષા તેના ડાન્‍સની પ્રેક્‍ટિસ કરતી હતી.

વર્ષાએ ૨૦૧૫માં નીતિન સાથે લગ્ન કર્યા હતા. તેમનો પુત્ર ગેરીશન ૫ વર્ષના છે. અલકા અને તેના પતિ નીતિન તેમના પુત્રને ઉછેરવા અને ઘરનું ભરણપોષણ કરવા માટે અનાજ બજારમાં મજૂર તરીકે કામ કરે છે. જોકે વર્ષાને નાનપણથી જ ડાન્‍સ કરવાનું પસંદ હતું. લગ્ન પછી પણ તેનો નૃત્‍ય પ્રત્‍યેનો પ્રેમ અકબંધ રહ્યો અને તેના પતિએ પણ તેને આગળ વધવા માટે ખૂબ પ્રોત્‍સાહન આપ્‍યું.

વર્ષાની સાથે, સાદિકા ખાન શેખ, રિદ્ધિ તિવારી, અલ્‍પના પાંડે, અનિલા રંજન, સાધના મિશ્રા જેવા પાંચ સ્‍પર્ધકોએ પણ ફાઇનલમાં જગ્‍યા બનાવી હતી. આ ટોપ ૬ સ્‍પર્ધકોમાંથી અલ્‍પના અને વર્ષાની છેલ્લી મેચ હતી અને વર્ષાએ ટ્રોફી જીતી હતી.

(10:23 am IST)