Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને ઝાટકો: બોમ્બે હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

મુંબઈ: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે પોર્નોગ્રાફી વીડિયો કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કુન્દ્રા સાથે અન્ય છ લોકોની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી હતી. જેમાં શર્લિન ચોપરા અને પૂનમ પાંડેનું નામ સામેલ છે. આ કેસમાં અન્ય ત્રણ લોકો ઉમેશ કામત, સુવોજિત ચૌધરી અને સામ અહેમદ છે. કુન્દ્રાએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે વીડિયો શૃંગારિક છે પરંતુ તેમાં કોઈ શારીરિક કે જાતીય પ્રવૃત્તિ દર્શાવવામાં આવતી નથી. તેણે કહ્યું કે તે આવા વીડિયો બનાવવા કે પ્રસારિત કરવામાં સામેલ નથી. તેણે દાવો કર્યો હતો કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.

 

(6:05 pm IST)