Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

આ વર્ષે આવશે પૂજાની ચાર ફિલ્મો

દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે અભિનેત્રી પૂજા હેગડેએ હિન્દી ફિલ્મોમાં પણ સારુ કાઠુ કાઢી લીધું છે અને ભરપુર ચાહકો ઉભા કરી લીધા છે. તેણે બંને ઇન્ડસ્ટ્રીમાં પોતાની અભિનય કુશળતા પણ સાબિત કરી દીધી છે. આ કારણે જ તે વ્યસ્ત અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે. પૂજા હેગડેના ઇન્સ્ટાગ્રામ પર ૧૭.૧ મિલિયન ફોલોઅર્સ છે. આ કારણે જ તેની કોઇપણ પોસ્ટ વાયરલ થઇ જવામાં જરા પણ સમય લાગતો નથી. તાજેતરમાં પૂજાએ ઇન્સ્ટાગ્રામ  પર બોલ્ડ ફોટો પોસ્ટ કર્યો હતો. જેણે ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધાની ચાહકોએ કોમેન્ટ્સ કરી હતી. તેણે આ ફોટા સાથે લખ્યું હતું કે હું મારી ચમક મારી સાથે લઇને ચાલુ છું. જેમાં તે નેટેડ બિકીનીમાં જોવા મળી હતી. મનીષ મલ્હોત્રાએ આ પોસ્ટ પર કોમેન્ટમાં ફાયર ઇમોજી શેર કરી હતી. પોસ્ટ થતાંની સાથે જ આ ફોટાને બાર લાખ લાઇકસ મળી ગઇ હતી. પૂજાની ચાર ફિલ્મો રાધેશ્યામ, આચાર્ય, બીસ્ટ અને સરકસ આ વર્ષે આવી રિલીઝ થશે.

(10:30 am IST)