Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

‘બધાઈ દો’ ટ્રેલરને 24 કલાકમાં મળ્યા 33 મિલિયન વ્યૂઝ : આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

મુંબઈ: બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની આગામી ફિલ્મ "બધાઈ દો" 11 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેણે દર્શકોને ખૂબ હસાવ્યા હતા. ફિલ્મનું ટ્રેલર એટલું શાનદાર છે કે તેણે રિલીઝ થતાની સાથે જ એક નવો રેકોર્ડ પણ બનાવી લીધો છે. વાસ્તવમાં, ફિલ્મના ટ્રેલરને 24 કલાકમાં 33 મિલિયન વખત જોવામાં આવ્યું છે, જે ભૂમિ પેડનેકરે તેના સોશિયલ મીડિયા પર આપ્યું હતું.

(5:52 pm IST)